મુંબઇમાં તાડદેવ વિસ્તારમાં 20 માળની ઇમારતમાં આગનો બનાવ, સાત લોકોના થયા મોત

| Updated: January 22, 2022 12:19 pm

મુંબઈમાં એક ઈમારતમાં આગની ઘટનામાં સાત લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે અને તેની સાથે 15 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની હાલ માહિતી મળી રહી છે.તાડદેવ વિસ્તારમાં આ ઇમારત આવેલી છે અને 18માં માળે આગ લાગી હોવાનું સામે આવી છે.ફાયરની 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તેની સાથે તેમને આગને કાબૂ લેવાના પ્રયત્ન કરી દીધા હતા.ઇજાગ્રસ્તોને ભાટિયા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને હાલ પણ કામગીરી ચાલી રહી છે.જેમાંથી 12ને સામાન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઇમારતમાં સવારે સાડા સાત વાગ્યે આગ લાગી હોવાની વાત સામે આવી હતી અને આ સાથે જ ધાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવ્યા છે અને આગળ આ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.મુંબઇના મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે હાલમાં આગને કાબૂ લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને આ ઘટનામાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. છ લોકોને ઓક્સિજન સપોર્ટ સિસ્ટમની જરૂર નથી અને તેઓને હોસ્પિટલમાં ભરતી કરી દેવાયા છે.

Your email address will not be published.