સુરતમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે.તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે કે રોજ ચોરીના બનાવો બનતા હોય છે કયારેક તો એવું લાગે છે આ ચોરોને પોલીસનો કોઇ ડર જ નથી.
તમને જાણીને નવાઇ લાગશે પરંતુ સુરતમાં વિમલની ચોરીની ધટના સામે આવી છે જેમાં ચોરોએ ગોડાઉનમાંથી વિમલની બોરીની ચોરી કરીને નાસી ચુટ્યા હતા.
ધટનામાં એવું હતુ કે કડોદરા ચાર રસ્તા નજીક નિતિનકુમાર ગમનલાલ મોદીની દુકાન આવેલી છે જય અંબે ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે.દુકાનની બાજુમાં જ તેનું ગોડાઉન આવેલું છે.ગોડાઉનની બહાર વોચ મેન પણ હતો જેનું નામ દલ બહાદુર સિંઘ હતું તેમણે આ લોકોને પૂછતા તસ્કરોએ વોચમેનને બંધક બનાવી દીધો હતો,જે બાદ તેને કોથળામાં ભરીને કારમાં લઇ ગયા અને ઊંભેળ ગામની સીમમાં તેને ફેંકી દેવામાં આવ્યો હતો.ત્યાર બાદ તેઓ ચોરી કરવા માટે પહોંચ્યા હતા.42 બોરી અને 25 છૂટક પેકેટ વિમલ ગુટખાની લૂંટ કરી બે ટેમ્પોમાં ભરીને નાસી ગયા હતા.
જય અંબે ટ્રેડર્સના માલિકે સવારે પોતાના ગોડાઉનમાં પહોંચ્યા હતા અને તપાસ કરતા 10.46 લાખના વિમલ ગુટખાની ચોરી થઈ હોવાની જાણ થઇ હતી.ત્યાર બાદ તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે CCTV ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
CCTV ચેક કરતા માહિતી મળી કે તેઓ ગોડાઉનમાં આવ્યા અને ધીમે ધીમે બોરીઓ બહાર મુકવા લાગ્યા હતા જે બાદ એમાંથી એક તસ્કરની નજર આ કેમેરા પર પડ્તા તસ્કર બહારથી લાકડી લાવી કેમેરાને ઉંચો કર્યા બાદ ચોરી કરી હતી.