અરવલ્લીમાં મેરેજ સર્ટિ બનાવવા 1 હજારની લાંચ લેતા તલાટી રંગે હાથે ઝડપાયા

| Updated: June 14, 2022 4:00 pm

અરવલ્લીમાં લાંચ લેતા તલાટીને એસીબીએ રંગેહાથે ઝડપી પાડ્યો છે. તલાટીએ મહિલા પાસે મેરેજ સર્ટી બનાવવા માટે એક હજાર રુપિયાની માંગ કરી હતી. જેથી મહિલાએ આ અંગે એસીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવી તલાટીને ઝડપી પાડ્યો છે.

માલપુર તાલુકાના સખવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા ઝડપાયા છે. બિગતો મુજબ ગામના એક ફરિયાદ બહેનને લગ્નનું સર્ટિફિકેટ નીકળવાનું હતુ. જેથી તેઓ તલાટી જયેશ પરમાર પાસે ગયા હતા. જ્યાં જયેશ પરમારે મેસેજ સર્ટિફિકેટ આપવા માટે મહિલા પાસે 1 હજારની લાંચ માંગી હતી. જોકે મહિલા લાંચ આપવા ઇચ્છુક ન હોય તેમને ACBનો સંપર્ક કર્યો હતો.

આ તરફ મહિલાની ફરિયાદને આધારે સાબરકાંઠા લાંચ રૂશ્વત બ્યૂરોની ટીમે છટકું ગોઠવ્યું હતુ. જેમાં સખવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના જયેશ પરમાર મહિલા પાસેથી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. સમગ્ર મામલે ACBની ટીમે આરોપી જયેશ પરમાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published.