તનીષા મુખર્જીએ તેમના લગ્નની અફવાઓ પર કર્યો ખુલાસો

| Updated: January 6, 2022 5:43 pm

તનીષા મુખર્જીને લઈને હમણાં થોડા સમયથી તેના લગ્નની અફવાઓ સોશીયલ મીડિયા પર ફરી રહી હતી. તે ઉપરાંત, તાજેતરમાં જ તેના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોને કારણે પણ તે હેડલાઇન્સમાં હતી. જેમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, અભિનેત્રીએ ગુપ્ત રીતે લગ્ન કર્યા છે.

અભિનેત્રીએ અંગૂઠાની વીંટી પહેરેલ તસવીર શેર કરી હતી. જે સામાન્ય રીતે પરિણીત મહિલાઓ પહેરે છે અને તેના કારણે તે પરણી ગઈ છે તેવી પ્રબળ અફવાઓ ફેલાઈ હતી.

તેના ચાહકો અને પ્રિયજનોએ અભિનેત્રી પર અભિનંદનના સંદેશાઓ વરસાવ્યા હતા. પરંતુ, એવું લાગે છે કે, તનીષાના ભવ્ય લગ્નની રાહ જોવી પડશે.

તનીષાએ તેની આસપાસના બધા અનુમાનોને સંબોધિત કરતા કહ્યું હતું કે, “મને અંગૂઠાની વીંટી પહેરવી ગમે છે અને મને લાગ્યું કે તે સારું લાગે છે. તેથી જ, મેં એક તસવીર લીધી અને પોસ્ટ કરી. તેમાં બીજું કંઈ નથી.

શું મારે મારી ફેશન સેન્સ પણ લોકોને પૂછીને કરવાની જરૂર છે?” લગ્ન વિશે વાત કરતાં તેણે કહ્યું, ” અત્યારે મને કોઈ મારો સપનાનો રાજકુમાર મળ્યો નથી. જયારે મને મારો મનગમતો સાથીદાર મળશે.

ત્યારે, હું ખુદ દુનિયાને જાણ કરીશ. તે મારા માટે ખુબ જ ખુશીની વાત હશે. જેથી હું ચુપ નહી રહી શકું. બધા લોકો જાણે છે કે, અત્યારે હું સિંગલ છું અને ખુશ છું.

તનીષા બિગ બોસ 7 માં ભૂતપૂર્વ અભિનેતા અને તેના સહ સ્પર્ધક અરમાન કોહલી સાથેના સંબંધોને લઇને ચર્ચામાં આવી હતી. જ્યારે, સલમાન ખાને અભિનેત્રીને જાગૃત રહેવાનું પણ કહ્યું હતું કે, ઘરમાં કેમેરાઓ છે અને તે ખૂબ જ આદરણીય પરિવારમાંથી આવે છે. તે સ્પષ્ટ પણે સુપરસ્ટારની કડક ચેતવણી હતી.

જો કે, અત્યારે અભિનેત્રી ગોવામાં રજાઓ માણી રહી છે અને તેના જીવનનો સમય પસાર કરી રહી છે.

Your email address will not be published.