તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું લોકપ્રિય પાત્ર દયાબેન એટલે કે દિશા વાકાણી(Disha Wakani) બીજી વખત માતા બની છે. આ સમાચારની પુષ્ટિ તેના ભાઈ મયુર વાકાણીએ પોતે કરી છે. આ શોમાં મયુર વાકાણી સુંદરલાલની ભૂમિકા ભજવી રહ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું (Disha Wakani) પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલી દિશા વાકાણી (Disha Wakani) ફરી એકવાર માતા બની છે તેણે પુત્રને જન્મ આપયો છે. બીજી વખત માતા બનેલી દિશાએ પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચારની પુષ્ટિ તેના ભાઈ મયુર વાકાણીએ પોતે કરી છે. મામા બનેલા મયુર વાકાણી પણ ખુશીનો પાર નથી અને આ સમયે સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે.
આ પણ વાંચો-રાજકોટના નવા પોલીસ કમિશનર બન્યા રાજુ ભાર્ગવ

મયુર વાકાણીએ શું કહ્યું?
મયુર વાકાણી આ શોમાં સુંદરલાલના પાત્રમાં જોવા મળ્યો છે અને આ પાત્રમાં તેને ખૂબ પસંદ પણ કરવામાં આવ્યો છે. જ્યારે તે શોમાં દયાબેનના ભાઈની ભૂમિકા ભજવી રહ્યો છે, ત્યારે તે વાસ્તવિક જીવનમાં દિશા વાકાણીનો(Disha Wakani) રિયલ લાઈફ ભાઈ પણ છે. હવે જ્યારે તે બીજી વખત મામા બની ગયો છે, ત્યારે તેની ખુશીનો કોઈ પાર નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં મયુર વાકાણીએ જણાવ્યું કે તે કાકા બનીને કેટલો ખુશ છે. તેના કહેવા પ્રમાણે – “દિશાએ 2017માં દીકરીને જન્મ આપ્યો હતો અને હવે તે ફરી મા બની ગઈ છે અને હું મામા છું. જે મને ખૂબ ખુશ કરે છે”
શું દિશા વાકાણી(Disha Wakani) શોમાં પરત ફરશે?
તાજેતરમાં, શોના નિર્માતા અસિત મોદીએ એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી હતી કે દયાબેનનું પાત્ર આ વર્ષે શોમાં પાછું આવશે. તે જ સમયે, જ્યારે આ ભૂમિકામાં દિશા વાકાણીની હાજરી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે સંકેત આપ્યો કે દિશા વાકાણીને રિપ્લેસ કરવામાં આવી શકે છે. હવે જ્યારે દિશાના માતા બનવાના સમાચાર આવ્યા છે, ત્યારે સ્પષ્ટ છે કે તે અત્યારે શોમાં પરત નહીં ફરે. આવી સ્થિતિમાં શોમાં તેનું સ્થાન નિશ્ચિત છે. તમને જણાવી દઈએ કે 2017માં દિશા વાકાણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો અને ત્યારથી તે મેટરનિટી બ્રેક પર છે. દર્શકો 5 વર્ષથી તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.