રાજ્યમાં SGSTના દરોડાની કાર્યવાહીમાં 6 હોટલ અને રેસ્ટોરંટમાં 38 લાખની કરચોરીનો પર્દાફાશ

| Updated: August 6, 2022 11:45 am

ગુજરાતના ગાંધીધામ, ભુજ અને કંડલાના કુલ 11 સ્થળોએ બુધવારે સ્ટેટ જીએસટી (SGST) વિભાગે દરોડા પડ્યા હતા જેની કાર્યવાહી પૂર્ણ થઈ છે. 6 હોટલ અને રેસ્ટોરંટમાંથી 38 લાખની કરચોરીનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત થી માહિતી અનુસાર 5 ટર્મિનલ્સમાં સર્વે બાદ જરૂરી દસ્તાવેજોની માંગ અને ચકાસણી કાર્ય ચાલી રહ્યું છે. સ્ટેટ જીએસટી વિભાગના આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે, ગાંધીધામ અને ભુજમાં આવેલી 10 ઇલેવન રેસ્ટોરંટ, ગાંધીધામની હેરીસ હોટેલ, ભુજની હોટલ ડોલર, કેબીએન રેસ્ટોરંટ અને અક્ષર ફેન્સી ઢોંસાના પ્રતિષ્ઠાનોમાં જીએસટી વિભાગે દરોડા પડ્યા હતા.

દરોડામાં કુલ 4.56 કરોડના છુપાવેલા વ્યવહારોનો ખુલાસો થયો હતો, જેના થકી કુલ 38.06 લાખની કરચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. કંડલામાં આવેલી લીક્વીડ સ્ટોરેજ ટર્મીનલ્સમાં કરાયેલી સર્વેની કામગીરીમાં જરૂરી દસ્તાવેજો રજુ કરવાનું જણાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સનસાઈન લિક્વિડ સ્ટોરેજ પ્રા. લીમીટેડ, સીઆરએલ ટર્મિનલ પ્રા. લીમીટેડ, રીશી કિરણ ટર્મિનલ પ્રા. લીમીટેડ,અંબાજી ઈમ્પોર્ટ પ્રા. લીમીટેડ, શ્રીજી લિક્વિડ સ્ટોરેજ ટર્મીનલ પ્રા. લીમીટેડ આ પાંચ સ્ટોરેજ ટર્મીનલ્સમાં સર્વેક્ષણ કરાયું હતું.

જીએસટી વિભાગે કરેલી કાર્યવાહીમાં બે પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે. જેમઅ નંબર રદ કે બંધ થયા બાદ પણ ધંધો ચાલુ રાખવામાં આવ્યો હતો. અને વેચાણ પણ છુપાવવામાં આવ્યું હતું. અગાઉ પણ આ પ્રકારની ગેરરીતીઓ સામે આવતી રહી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર GST વિભાગ દ્વારા 231.49 કરોડના નકલી બિલનું કૌભાંડ પકડાયું; એક ગુજરાતીની ધરપકડ

Your email address will not be published.