પંચમહાલ શહેરા તાલુકાના TDO ઝરીના અંસારી લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

| Updated: October 14, 2021 4:23 pm

પંચમહાલના શહેરા તાલુકાના TDO ઝરીના અંસારી પોતાના કામ અને સમાજસેવાને લઈને પોતાના સોશિયલ મીડિયા પર દેખાડો કરતા રહેતા હોય છે પરંતુ આજે તેઓ સમાચારોની હેડલાઈન બની ગયા છે અને તેમની સાચી હકીકત લોકો સામે આવી ગઈ છે. કારણ કે, ACB એ ઝરીના અંસારીની લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરી છે. ઝરીના સહીત ચાર લોકોએ લાખો રૂપિયાની લાંચ માંગી હતી.

શહેરા પંચમહાલ ખાતે મનરેગાનું એક ટેન્ડર કોન્ટ્રાક્ટરને મળ્યુ હતું. જેમાં તેણે મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કૂવાના તથા ચેક વોલના કામ માટે રો-મટિરિયલ સપ્લાય કર્યું હતું. જે પેટે તેને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી રૂ.2,75,00,000 તથા આર.આર.પી યોજના હેઠળ રૂ.1,71,00,000ના બિલના ચેક મંજુર થયા હતા. જે પાસ કરાવવા આરોપી હેમંત મફતભાઇ પ્રજાપતિ, કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી તથા TDO ઝરીના વસીમ અંસારીએ ફરિયાદી પાસે અગાઉ અલગ રકમ લીધી હતી.

હેમંત પ્રજાપતિ તથા કિર્તીપાલ સોલંકીએ ફરિયાદી પાસે વધુ રૂપિયા એક-એક લાખ તથા આરોપી ટીડીઓ ઝરીનાબેને આરોપી રીયાઝ મનસુરી મારફતે રૂ.2,45,000ની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેને આધારે એસીબીએ છટકું ગોઠવી આરોપી હેમંત પ્રજાપતિ, આરોપી કિર્તીપાલ સોલંકી તથા આરોપી રીયાઝ મનસુરીને કોન્ટ્રાકટરની ઓફિસેથી 1-1 લાખની લાંચ સ્વીકારતા ઝડપ્યા હતાં તથા TDO વતી લાંચ લેવા આવેલા રીયાઝ મનસુરીને શંકા જતાં તેણે લાંચની રકમ લીધી ન હતી. જોકે ACB એ આરોપી હેમંત પ્રજાપતિ અને કીર્તીપાલ સોલંકી સહીત આરોપી રીયાઝ મનસુરીને પણ ઝડપી લીધો હતો અને શહેરા ટીડીઓ ઝરીનાબેન વચેટીયા મારફતે લાંચની માંગણી કરતાં અમદાવાદ ACBના PSI કે.કે.ડીંડોડ તથા સ્ટાફે TDOને પકડી લીધા હતા. પકડાયેલા ચારે લાંચિયા અધિકારીને ગોધરા ACB મથકે લાવી કાર્યવાહી કરી હતી.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *