સરદારનગરમાં યુવતીની છેડતી, બચાવવા આવેલાને પણ અસામાજિક તત્વોએ માર્યો

| Updated: February 8, 2022 9:09 pm

અમદાવાદ: સરદારનગરના જોગણીમાતાના મંદિર પાસે એક 20 વર્ષીય યુવતી નોકરીથી ઘરે જઇ રહી હતી. ત્યારે એક યુવકે યુવતીનો દુપટ્ટો ખેંચી મોબાઈલ નંબરની માંગણી કરી છેડતી કરી રહ્યો હતો. આ અંગે યુવતીએ તેના પરિચિતને ફોન કરીને બોલાવતા તેમને અસામાજિક તત્વોએ માર માર્યો હતો. આ અંગે એરપોર્ટ પોલીસે બંન્નેના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

સરદારનગરમાં રહેતા અને ત્યાં જ કારખાનુ ચાલવતા સંદિપભાઈના કારખાનામાં એક 20 વર્ષીય યુવતી કામ કરવા આવે છે. ગઈકાલના રોજ યુવતી નોકરી પર આવી હતી અને રાત્રીના સમયે કામ પુર્ણ થતા સંદિપભાઈએ તેમના દિકરાને યુવતીને ઘરે મુકવા માટે મોકલી હતી.

થોડા સમય પછી સંદિપભાઈના દિકરાએ સંદિપભાઈને ફોન કરીને જણાવ્યુ હતુ કે, જોગણીમાતાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે ભીલવાસમાં રહેતો કાલી ગોવિંદ ભીલ ત્યાં આવ્યો હતો અને યુવતીનો દુપટ્ટો ખેંચીને તારો મોબાઈલ નંબર આપ તેમ કહીને છેડતી કરતો હતો. જેથી તેણે આ શું કરો છો તેમ કહેતા ગોવિંદે તેને લાફો મારી દીધો હતો અને યુવતીની છેડતી કરી રહ્યો છે. જેથી સંદિપભાઈ તથા તેમનો ભાઈ અભિષેક ત્યાં ગયા હતા. અને કાલી ગોવિંદ અને તેની સાથે રહેલા માસીબા વિક્કીને સમજાવ્યા હતા.

જો કે આ બંન્ને ઉશ્કેરાઈ ગયા હતા અને બિભત્સ ગાળો બોલીને મારઝુડ કરવા લાગ્યા હતા. દરમિયાનમાં સંદિપભાઈની પત્નીએ પહેરેલુ સોનાનું મંગળસુત્ર લૂંટી બન્ને ફરાર થઈ ગયા હતા. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Your email address will not be published.