અમદાવાદમાં પાડોશી યુવકે વિધવાની ઘરમાં ઘૂસી છેડતી કરી, મહિલાએ બુમાબુમ કરતા આરોપી ફરાર

| Updated: June 22, 2022 4:24 pm

અમદાવાદમાં રહેતી એક વિધવા મહિલાને તેના જ ઘરમા ઘૂસી પાડોશી યુવકે બળજબરી કરી અશ્લિલ હરકતો કરી હતી. જેથી ગભરાયેલી મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો તુરત જ દોડી આવ્યા હતા. લોકોને જોતા આરોપી ત્યાથી ફારર થઈ ગયો હતો. આ દરમિયાન મહિલાની તબીયત બગડતા તે જમીન પર ઢળી પડી હતી જેથી તેને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના એરપોર્ટ પાસે એક પતિના અવસાન બાદ એક મહિલા તેના બાળકો સાથે રહે છે. પતિના અવસાન બાદ મહિલા પર ઘરની તમામ જવાબદારી આવી ગઈ હતી. જેથી મહિલા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આ જ વિસ્તારમાં એક પુરૂષ મહિલાને વારવાર પરેશાન પણ કરતો હતો અને બાળકને કઈ પણ તકલીફ પડે તો કહેજો તેમ જણાવતો હતો. જો કે, ગત રોજ મહિલા ઘરમાં એકલી હતી તે દરમિયાન આ યુવક ઘરમાં પ્રવેશી ગયો હતો અને તેણીને અશ્લિલ ઈશારાઓ કરવા લાગ્યો હતો.

યુવકની આ હરકતોને લઈ મહિલા ગભરાઈ ગઈ હતી. જેથી તેને ઘરમાંથી જવા માટે કહ્યું હતું. આરોપીએ મહિલાને બળજબરી પૂર્વક પકડી અડપલા કર્યા હતા. જેથી મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા. મહિલાએ બુમોબુમ કરતા આરોપી ત્યાથી નાસી ગયો હતો. આ વેળા મહિલાની તબીયત ખરાબ થતા તેને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન હાથ ઘર્યા છે.

Your email address will not be published.