ગુજરાતના શિક્ષણનો સિનારિયો બદલવાનું બીડું ઉઠાવ્યું છે ટેકનોક્રેટે

| Updated: May 2, 2022 2:26 pm

અમદાવાદઃ વૈવિધ્યીકરણ તે ગુજરાતના ઉદ્યોગ સાહસિકોનો મૂળ મંત્ર છે. ગુજરાતના આવા જ કેટલાક ઉદ્યોગસાહસિકોમાં એક પ્રતુલ શ્રોફે આ કામ કર્યુ છે પણ અલગ રીતે કર્યુ છે. લગભગ 25 વર્ષ પહેલા ગુજરાતની એન્જિનીયરિંગ પ્રોડક્ટ્સમાં એક એલ્ન્ફોચિપ્સની સફળ ગાથા લખ્યા પછી હવે તેમણે પોતાના બધા પ્રયત્નો ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન (કેઆરએસએફ) પર કેન્દ્રિત કર્યા છે. આ સોશિયલ એન્ટરપ્રાઇઝની સ્થાપના તેમણે દાયકા પહેલા કરી હતી.


એલ્ન્ફોચિપ્સને ન્યૂયોર્ક શેરબજારમાં લિસ્ટેડ કંપની એરો ઇલેક્ટ્રોનિક્સે 2018માં હસ્તગત કરી હતી. બજારના વર્તુળોના જણાવ્યા મુજબ શ્રોફે લગભગ બે હજાર કરોડમાં આ કંપની વેચી દીધી હતા. કેઆરએસેફ તરફ ધ્યાન કેન્દ્રિત કરતા શ્રોફ શિક્ષણ ક્ષેત્રમાં ધરમૂળથી ફેરફાર લાવ્યા છે. એક ગ્રામીણ સરકારી સ્કૂલને દત્તક લઈને તેમણે લર્નિંગના મોરચે કૌશલ્યના તફાવતને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.
શ્રોફે જણાવ્યું હતું કે અમે સ્કીલ ગેપને અને વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરને ઓળખી કાઢવા માટે મેનેજમેન્ટ લેવલનો અભિગમ અપનાવ્યો છે. આજે પાંચમા ધોરણમાં ભણતો બાળક યોગ્ય રીતે વાંચવાનું જાણતો નથી. હવે આ મુશ્કેલીને એક રીતે ઓળખી કાઢવામાં આવ્યા પછી ખાસ રીતે તાલીમ પામેલા શિક્ષકો આ વિદ્યાર્થીઓને શીખવવાની અનોખી પદ્ધતિઓ અને ટેકનોલોજી ટૂલ્સ દ્વારા તેને શીખવે છે. વિદ્યાર્થીઓએ આમાથી કેટલું ગ્રહણ કર્યુ તે સ્વીકારવા માટે ખાસ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, એમ શ્રોફે જણાવ્યું હતું.


દત્તક લીધેલી સ્કૂલેમાં આ પ્રયોગને સફળતા મળ્યા પછી શ્રોફે અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, નર્મદા, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના 400 પ્લસ ગામની 460થી વધુ શાળાઓના 40,000 વિદ્યાર્થીઓની શિક્ષણની ગુણવત્તા સુધારી છે.


ઇડરની સરકારી સ્કૂલની રુચિકા નામની જ વિદ્યાર્થીઓના કિસ્સામાં જોઈએ તો તેણે આઠમા ધોરણ પછી ભણવાનું જ છોડી દીધુ. તે ઘણી હોંશિયાર વિદ્યાર્થીની હોવા છતાં તેના કુટુંબને તેને શિક્ષણ આપવું પરવડતું ન હતું. તેણે જો કે તેના માબાપને સમજાવીને તેને શાળાએ જવા દેવા સમજાવી દીધા હતા. તે કેઆરએસએફના શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવેલા વિદ્યાર્થીઓ પૈકીની એક હતી. તેણે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ્સ (એનએમએમએસ) ક્લિયર કરવામાં સફળતા મેળવી હતી. આના પગલે તેણે દસમા ધોરણની એજ્યુકેશન અને ટ્યુશન ફીનું ફંડિંગ મેળવ્યું હતું.


સાબરકાંઠાની સરકારી આવી જ એક બીજી વિદ્યાર્થીની નિશિતા છે. તે આગ્રાથી ઇડર શિફ્ટ થઈ છે. પાંચમાં ધોરણની વિદ્યાર્થીની તરીકે નિશિતાને પહેલા ધોરણમાં મૂકવી પડી છે. તે ગુજરાતી ભાષા જ જાણતી નથી. જો કે તેણે તેની ભાષાકીય સજ્જતાને સુધારવા માટે આકરી મહેનત કરી. કેઆરએસએફના શિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવ્યા પછી તેણે પહેલા, બીજા અને ત્રીજા ધોરણની પરીક્ષા એક જ વર્ષમાં પૂરી કરી.


શ્રોફ સ્વતંત્ર રીતે કેઆરએસએફને ફંડિંગ પૂરુ પાડે છે. તેનો વાર્ષિક ખર્ચ 8 કરોડ રૂપિયા છે. મારી ત્રીસીથી હું હંમેશા મારા દેશ માટે કશુંક કરવા માંગતો હતો. હું અમેરિકામાં હતો ત્યારે પણ પરત આવવા માંગતો હતો. પાંચ વર્ષ પહેલા જ મને લાગ્યું કે જીવન આમને આમ પસાર થઈ જશે, સમાજ માટે કંઇક કરવાની બાબત મારા માટે સ્વપ્ન સમાન રહેશે. હવે મારે ફક્ત તે વિચારવાનું હતું કે હું હંમેશા આવક પાછળ દોડતું રહુ અને એક પછી એક કંપની બનાવું કે સમાજ માટે કંઇક કરી છૂટુ. તેના પગલે મેં વધારે આવક રળવાનો માર્ગ છોડી દેતા શિક્ષણ ક્ષેત્ર પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો. તેના પગલે કંપની વેચી નાખી અને મારા જીવનના નવા તબક્કાનો પ્રારંભ થયો. મેં ગામડાઓને આત્મનિર્ભર બનાવવાનું વિઝન સેવ્યું છે અને તેમા શિક્ષણની સાથે વૈકલ્પિક તાલીમ, ડિજટલ લિટરસી અને માઇક્રો બિઝનેસ તથા અન્યનો સમાવેશ થાય છે.

Your email address will not be published.