ભાવનગરમાં પૈસાની લેતી દેતી મામલે કિશોરની જાહેરમાં હત્યા

| Updated: April 27, 2022 2:20 pm

રાજયમાં ગુનાઓના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં પૈસાની લેતીદેતી મામલે કિશોરને મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર જોવા મળી રહી છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી તેઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ભાવનગરમાં આવેલ સુભાષનગર વિસ્તારમાં ગઈકાલ મોડી રાત્રે પૈસાની લેતીદેતી મામલો ઈસમો વચ્ચે માથાકુટ થઈ હતી. ઉમેશભાઈ રાઠોડ અને પૂજન રાઠોડ પર સુભાષનગર છરી, તલવાર અને ધોકા વડે હુમલો થયો હતો. જેમાં ઉમેશભાઈ ચૌહાણનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પૂજન રાઠોડને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ હત્યા પૈસા મામલે કરવામાં આવી છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે.

Your email address will not be published.