તિસ્તાએ ઝાકિયા ઝાફરીનો મોદીનો બદનામ કરવા ઉપયોગ કર્યોઃ કોર્ટ

| Updated: July 31, 2022 8:39 pm

અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને રાજ્યના ભૂતપૂર્વ પોલીસ અધિકારી આર.બી. શ્રીકુમારની જામીન અરજી ફગાવી દીધી છે. તેઓ પર 2002ના ગુજરાત રમખાણોના કેસમાં બનાવટી પુરાવા ઘડવાનો આરોપ છે.

અમદાવાદ સિટી શેસન્સ કોર્ટે શુક્રવારે બંનેની જામીન અરજીની સુનાવણી શનિવારે મોકૂફ રાખી હતી. સામાજિક કાર્યકર સેતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારે તેમની કસ્ટડી પૂરી થતા અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. 22 જુલાઈએ તમામ પક્ષોની સુનાવણી પૂરી થઈ અને બંને જેલમાં જ રહેશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ વિરુદ્ધ ગુજરાત રમખાણો પછી નિર્દોષ લોકો અને રાજકારણીઓને નિશાન બનાવવા માટે ખોટા અને બનાવટી એફિડેવિટ, નિવેદનો અને પુરાવાઓ બનાવવા બદલ કેસ નોંધ્યો હતો. તેમની જૂનના અંતમાં ધરપકડ કરવામાં આવી હતી અને બીજી જુલાઈના રોજ તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ગોધરા ટ્રેનની ઘટના બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓ દ્વારા મોટું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં આપેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે કોંગ્રેસના દિવંગત નેતા એહમદ પટેલના કહેવાથી તમામ આરોપીઓ દ્વારા કાવતરુ ઘડવામાં આવ્યું હતું, જેઓ સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડાના રાજકીય સલાહકાર હતા. ક્રાઇમ બ્રાન્ચે આરોપ લગાવ્યો છે કે તિસ્તા સેતલવાડે સ્વર્ગસ્થ એહમદ પટેલ પાસેથી 5.25 લાખ રૂપિયા મેળવ્યા હતા અને તેમની મહત્વાકાંક્ષા સાંસદ થવાની હતી.

એડિશનલ પ્રિન્સિપાલ જજ દિલીપકુમાર ધીરજલાલ ઠાકરનું માનવું હતું કે ઝાકિયા જાફરીએ ગુજરાત રમખાણોના સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય અધિકારીઓ સામે કરેલી ફરિયાદ તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની ઉશ્કેરણી હેઠળ કરી હતી. આ જોતાં સ્પષ્ટપણે લાગે છે કે બંને અરજદારે ઝાકિયા જાફરીનો ઉપયોગ તેમના વ્યાપક કાવતરાના ભાગરૂપે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજાની બદનક્ષી માટે કર્યો હતો. આના માટે તેમણે સંખ્યાબંધ ખોટા સોગંદનામા અને બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા હતા. તેઓ સીએમ અમલદારો, પોલીસ કર્મચારીઓ જ નહી ભારતને પણ આ રીતે સમગ્ર વિશ્વમાં બદનામ કરવા માંગતા હતા. આ રીતે તે બીજા દેશો પાસેથી નાણાકીય સહાય મેળવવા માંગતા હતા.

Your email address will not be published.