તેજસ્વી-કરણનું બિગ બોસના ઘરમાં બ્રેકઅપ થયું હતું; અભિનેત્રીએ મહિનાઓ પછી કર્યો ખુલાસો

| Updated: April 19, 2022 5:25 pm

પ્રખ્યાત ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ અને અભિનેતા કરણ કુન્દ્રાની જોડીએ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. ‘બિગ બોસ 15’ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને ખાસ વાત એ છે કે બંનેનો આ પ્રેમ ‘બિગ બોસ’ની બહાર પણ ચાલુ રહ્યો હતો. પરંતુ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેજસ્વી પ્રકાશે કરણ કુન્દ્રા સાથેની લડાઈનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે એકવાર તેની અને કરણ વચ્ચે એવી લડાઈ થઈ હતી, જેના કારણે તેનું બ્રેકઅપ પણ થઈ ગયું હતું.

તેજસ્વી પ્રકાશે કરણ કુન્દ્રા સાથેના તેના સંબંધો વિશે વાત કરતા કહ્યું, “બિગ બોસના ઘરમાં અમે પરફેક્ટ કપલ ન હોવા છતાં પણ લોકો અમને ખૂબ પ્રેમ કરે છે. અમે ખૂબ લડ્યા. અમે એટલું લડ્યા કે અમે ઘરની અંદર બ્રેકઅપ પણ કરી લીધું હતું. પણ પાછળથી અમે પેચ-અપ કર્યું અને અમે એક વાસ્તવિક કપલ બની ગયા, જેના કારણે લોકો પણ અમને વધુ પ્રેમ કરવા લાગ્યા.”

તેજસ્વી પ્રકાશે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે અને કરણ કુન્દ્રાએ ક્યારેય લોકોને ‘આદર્શ કપલ’ તરીકે બતાવવાનો પ્રયાસ કર્યો નથી. તમને જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશે ઈન્ટરવ્યુમાં ફરિયાદ કરી હતી કે લોકો કરણના વખાણ કરે છે, પરંતુ તેની જરાય કદર કરતા નથી. તેજસ્વી પ્રકાશે આ ફરિયાદ સંબંધિત એક ટુચકો પણ શેર કર્યો છે.

આ વિશે વાત કરતા તેજસ્વી પ્રકાશે ફિલ્મ કમ્પેનિયનને કહ્યું, “નિશાંત ભટ્ટની બર્થડે પાર્ટીમાં અમે ભીડથી ઘેરાયેલા હતા, તે સમયે કરણ મને પ્રોટેક્ટ કરી રહ્યો હતો. લોકો કરણને આવું કરતા જોઈને તે કેટલો સારો હતો તે વિશે વાત કરવા લાગ્યા. હા, તે પ્રોટેક્ટ કરી રહ્યો છે તેની ગર્લફ્રેન્ડને. આવી સ્થિતિમાં તેને બેસ્ટ બોયફ્રેન્ડનો ટેગ મળ્યો પરંતુ મને લાગ્યું કે હું પણ તો ઘણું કરું છું, પણ મને કંઈ મળતું નથી. મને બેસ્ટ ગર્લફ્રેન્ડનો ટેગ પણ નથી મળતો.” 

Your email address will not be published.