કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને તેજસ્વિન શંકરે બ્રોન્ઝ અપાવી એથ્લેટિક્સમાં ખાતુ ખોલાવ્યું

| Updated: August 4, 2022 4:07 pm

કોમનવેલ્થ ગેમ્સમાં (#Common wealth Games) એથ્લેટિક્સમાં (#Athletics) ભારતનું ખાતુ તેજસ્વિન શંકરે ખોલાવ્યુ હતુ. તેણે પુરુષોની ઊંચી કૂદ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ (#Bronze Medal) મેળવતા કોમનવેલ્થ એથ્લેટિક્સમાં ભારતે પ્રથમ ચંદ્રક મેળવ્યો હતો. રાષ્ટ્રીય રેકોર્ડ ધારક શંકરે 2.22 મીટરની ઊંચાઈનો કૂદકો લગાવીને ઇવેન્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. હવે આ જ 23 વર્ષીય તેજસ્વિન શંકરને કોમનવેલ્થ ગેમ્સની ટીમમાં છેલ્લી ઘડીએ સામેલ કરવામાં આવ્યો હતો. આ સમાવેશ પણ દિલ્હી હાઇકોર્ટના આદેશના પગલે કરવામાં આવ્યો હતો. તેનો સીઝનલ બેસ્ટ દેખાવ 2.27 મીટરનો છે, પરંતુ વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ 2.29 મીટરનો છે. ન્યૂઝીલેન્ડના હેમિશ કેરે 2.28 મીટર સાથે ગોલ્ડ જીત્યો હતો તો ઓસ્ટ્રેલિયાના બ્રાન્ડોન સ્ટાર્કે સિલ્વર જીત્યો હતો.

લવપ્રીતસિંહે બુધવારે કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં (#Weightlifting) ભારતની મેડલની દોડ ચાલુ રાખતા પુરુષોની કેટેગરીમાં 109 કિ.ગ્રા.માં બ્રોન્ઝ મેડલ જીત્યો તો. પંજાબના 24 વર્ષીય ખેલાડીએ ક્લિન એન્જ ડર્કમાં 192 કિલોગ્રામ નવા રાષ્ટ્રીય રેકોર્ડ સહિત કુલ 355 કિલોગ્રામ વજન ઉઠાવીને પોડિયમ પર ત્રીજું સ્થાન મેળવ્યું તું. તેણે સ્નેચમાં 163 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું. આ ઉપરાંત ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં લાંબા સમયથી સ્કવોશમાં ક્યારેય સારો દેખાવ કર્યો ન હતો અને ચંદ્રક પણ જીત્યો ન હતો. સૌરવ ઘોસાલે સ્કવોશમાં બ્રોન્ઝ જીતાડીને ભારતને પહેલી વખત મેડલ જીતાડ્યો હતો.

આ પણ વાંચોઃ ગુજરાતના સૌથી મોટા ગરબા આયોજકોએ કરી જાહેરાત, હવે GST આ ગરબા આયોજકો ભરશો

આ ઉપરાંત મેન્સમાં ભારતીય હોકી (#Hockey)ટીમે શાનદાર દેખાવ કરતા કેનેડાને 8-0થી હરાવીને જબરજસ્ત દેખાવ કર્યો હતો. આ મેચમાં ભારત તરફથી હરમનપ્રીતસિંઘ અને આકાશદીપ સિંહે બે-બે ગોલ કર્યા હતા. ભારતીય ટીમની મેચ પર પક્કડ એટલી હતી કે કેનેડાની ટીમ એકદમ નિસહાય નજરે ચડી હતી. કેનેડાની ટીમ ભારત સામે સમખાવા પૂરતો ગોલ પણ કરી શકી ન હતી. તે ભારતીય ટીમના પેનલ્ટી કોર્નર એરિયામાં માંડ-માંડ પ્રવેશી હતી. ભારતીય ખેલાડીઓના આક્રમક અને શાનદાર પાસિંગનો કેનેડા પાસે કોઈ જવાબ ન હતો.

હોકીમાં શાનદાર રમતની સામે ભારતને વેઇટલિફ્ટિંગ અને બોક્સિંગમાં નિરાશા સાંપડી હતી. ભારતીય વેઇટલિફ્ટિટર પૂર્ણિમા પાંડે વેઇટલિફ્ટિંગમાં નિષ્ફળ જતા રમતની બહાર થઈ ગઈ હતી. આવી જ પરિસ્થિતિ બોક્સર આશિષકુમાર અને લવલિના બોર્ગોહેનમાં જોવા મળી હતી. તેઓ પણ નબળા દેખાવના પગલે સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા. ભારત કોમનવેલ્થમાં અત્યાર સુધીમાં છ ગોલ્ડ જીતી ચૂક્યું છે.

Your email address will not be published.