સોમવારે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા: હવામાન વિભાગ

| Updated: May 16, 2022 9:40 am

રવિવારના રોજ મહત્તમ 43.7 ડિગ્રી સેલ્સિયસ સાથે અમદાવાદ ગુજરાતનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. રવિવારે શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય લઘુત્તમ તાપમાન કરતાં આશરે 1.1 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે અને ત્યારબાદ આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી. તેમજ આ ત્રણ દિવસ બાદ આગામી બે દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે.

જો કે, રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર દક્ષિણ-પશ્ચિમના પવનોના પરિણામ સ્વરૂપે સાંજના સમયે ઠંડા પવનોના કારણે અમદાવાદમાં પણ શહેરીજનોએ કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત અનુભવી હતી.

અમદાવાદની સાથે રાજકોટ મહત્તમ 43.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ સ્થળ તરીકે નોંધાયું હતું. 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું બીજું સૌથી ગરમ સ્થળ હતું. ત્યારબાદ ગાંધીનગરમાં મહત્તમ 42.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને ડીસામાં  મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું.

Your email address will not be published.