ન્યૂયોર્કમાં સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબારમાં દસના મોતઃ હુમલો કરનારનું આત્મસમર્પણ

| Updated: May 15, 2022 11:20 am

ન્યૂયોર્કઃ અમેરિકામાં હજી મિલ્વોકી ખાતેના ગોળીબારની ઘટનાની વાત માંડ શમી છે ત્યાં ન્યૂયોર્કમાં બફેલો સુપરમાર્કેટમાં એક યુવકે અંધાધૂંધ ગોળીબાર કરી દસને મોતને ઘાટ ઉતાર્યા છે અને ત્રણને ઇજા થઈ છે. આવું હીચકારુ કૃત્ય કર્યા પછી તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. આ હુમલો વંશીય હિંસાથી પ્રેરિત મનાય છે. આ હુમલાખોરે પાછું હેલ્મેટ અને બુલેટપ્રુફ જેકેટ પહેર્યા હતા, હેલ્મેટ પર કેમેરા રાખી તે હુમલાનું લાઇવ સ્ટ્રીમિંગ કરતો હતો.

શહેરના પોલીસ કમિશનર જોસેફ ગ્રૅમાગલિયાએ કહ્યું કે યુવકે સ્ટોરની બહાર ચાર લોકોને ગોળી મારી હતી.તેમણે કહ્યું કે સ્ટોરની અંદર ઘૂસ્યા બાદ ગાર્ડે કિશોર પર પહેલી ગોળી ચલાવી હતી,પણ બુલેટ પ્રૂફ જૅકેટ પહેર્યું હોવાને કારણે તેને કોઈ અસર થઈ નહોતી. કમિશનરે કહ્યું કે ત્યાર બાદ બંદૂકધારી યુવકે ગાર્ડની પણ હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યું કે હુમલાના ભોગ બનેલા 11પીડિતો કાળા હતા અને બે ગોરા હતા. હુમલાખોર કલાકો સુધી ડ્રાઇવ કરીને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ વિસ્તારમાં કાળા લોકોની બહુમતી છે. મૃત્યુ પામનારાઓમાં આઠ બ્લેક છે અને બે ગોરા છે.

ઘટનાને નજરે જોનારાએ જણાવ્યું હતું કે તેણે હુમલાખોરને ગોળીબાર કરતાં જોયો હતો. સુપરમાર્કેટમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા એક નિવૃત પોલીસકર્મીએ હુમલાખોરને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનું પણ મૃત્યુ થઈ ગયું છે. ત્યાં કામ કરનારાએ જણાવ્યું હતું કે તેણે 80 જેટલી ગોળીઓ છૂટવાનો અવાજ સાંભળ્યો હતો. તેઓ બચવા પાછળના દરવાજેથી નીકળી ગયા હતા.

સીબીએસ ન્યૂઝ સાથે વાત કરતાં પોલીસના એક સૂત્રે જણાવ્યું હતું કે હુમલાખોર હુમલો કરતી વખતે વંશીય ગાળો બોલી રહ્યો હતો. તેમણે કહ્યું, “કોઈ પણ સમુદાય માટે આ એક દુઃસ્વપ્ન જેવી ઘટના છે.અમે આ નફરતથી ભરેલી વ્યક્તિને અમારા સમુદાય કે અમાર દેશના ભાગલા પાડવા નહીં દઈએ.”

આ ઉપરાંત રજાનો દિવસ હોવાથી સ્ટોર લોકોથી ભરેલો હતો, તેના લીધે મૃત્યુઆંક ઊંચો ગયો છે. આ ઉપરાંત ઇજાગ્રસ્તોમાંથી પણ બેએકની સ્થિતિ ગંભીર છે. તે જોતાં મૃત્યુઆંક વધે તો પણ કોઈને નવાઈ નહી લાગે. અમેરિકામાં હત્યામાં વધી રહેલા બનાવોને લઈને ત્યાંના ગન કલ્ચર પર સવાલ ઉઠવા માંડ્યો છે.

Your email address will not be published.