અમદાવાદના ઓઢવમાં છવાશે હરિયાળીઃ મિયાવાકી પદ્ધતિથી 10 હજાર વૃક્ષોનું વાવેતર

| Updated: September 28, 2021 5:58 pm

શહેરમાં વાયુ પ્રદુષણને ડામવા અનેકવિધ પગલા લેવાઇ રહ્યાં છે તેમાં સૌથી સરળ અને સીધી અસર કરતાં વૃક્ષારોપણ અભિયાનને મ્યુનિસિપલ સત્તાધીશોએ પૂરજોશથી હાથ ધર્યુ છે. મિશન મિલિયન ટ્રીઝ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં 12 લાખથી વધુ વૃક્ષારોપણ થઇ ચૂક્યુ છે અને આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલનાં હસ્તે ઓઢવ અંબિકાનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 10 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના ઓઢવ વૉર્ડમાં ગાયત્રી ગાર્ડન, ઓઢવ ખાતે એક સાથે 10000 વૃક્ષો રોપવાનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

શહેરનાં તમામ વિસ્તારોમાં ગ્રીન કવર વધે તેના માટે દરેક રોડ, ફૂટપાથ, બગીચા, ખાનગી સોસાયટીઓ સહિત અનેક જગ્યાએ વૃક્ષો ઉછેરવામાં આવે તે માનવજીવન માટે હિતકારક છે. મ્યુનિ. દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન આદરવામાં આવ્યુ છે તેને યુધ્ધનાં ધોરણે અમલમાં મુકવામાં આવી રહયુ છે અને તેમાં જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યા છે તે પૈકી લગભગ 70 ટકા વૃક્ષો ટકી ગયાં છે.

કયા ઝોનમાં કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા
ઝોન વૃક્ષની સંખ્યા
પૂર્વ 3,14,494
ઉ. પશ્ચિમ 2,23,675
પશ્ચિમ 2,03,607
દક્ષિણ 1,77,069
ઉત્તર 1,48,231
દ. પશ્ચિમ 1,16,720
મધ્ય 21,696
કુલ 12,05,492

Your email address will not be published. Required fields are marked *