તેરે મેરે સપનેઃ દેવ આનંદની એ ફિલ્મ જે કોવિડના યુગમાં પણ પ્રાસંગિક છે

| Updated: July 3, 2021 6:48 pm

વર્ષ 1971માં આવેલી ફિલ્મ ‘તેરે મેરે સપને’ જે શ્રદ્ધાંજલિ સાથે શરૂ થાય છે, તેણે કોવિડના સમયમાં એક નવા દૃષ્ટિકોણથી પ્રાસંગિકતા પ્રાપ્ત કરી છે.

છેલ્લા બે વર્ષથી મેડિકલ ક્ષેત્રે ઘણા ફ્રન્ટલાઈન્સ વોરિયર્સ આ મહામારી સામે યુદ્ધ લડી રહ્યા છે. તેઓ તાજેતરના સમયની સૌથી ગંભીર મહામારી સામે લડી રહ્યા છે. નવકેતનના બેનર હેઠળ તૈયાર થયેલી અને પ્રતિભાશાળી ફિલ્મનિર્માતા વિજય આનંદે બનાવેલી ફિલ્મ તેરે મેરે સપને માં દાવો કરવામાં આવ્યો છે કે તે તબીબી વ્યવસાયને સમર્પિત છે.

જોકે, આ ફિલ્મ તબીબી ક્ષેત્રના ગુણ કે દોષની સમીક્ષા નથી કરતી. પણ તેમાં વ્યવસાયનું ઈમાનદારી પૂર્વક થયેલું મુલ્યાંકન છે.

વર્ષ 1937માં આવેલી નવલકથા ‘ધ સિટાડેલ’ પર આધારિત આ ફિલ્મમાં એક આદર્શ ડોક્ટરની વાત કરવામાં આવી છે. આ નવલકથા ડોક્ટરમાંથી લેખક બનેલા એ. જે. ક્રોનિને લખી હતી જેમણે વેલ્સની ખાણોમાં કામ કરતા મજૂરોની સેવા કરી હતી.

‘તેરે મેરે સપને’ ફિલ્મમાં એક આદર્શ ડૉક્ટર આનંદની સ્ટોરી જુદા જુદા વળાંકોમાંથી પસાર થાય છે. મુંબઈના મોહલ્લામાં કામ કરીને રૂપિયા કમાવાના બદલે તે કોલસાની ખાણમાં કામ કરવાનું શરૂ કરે છે. તે એક ભૌતિકવાદી ડૉક્ટર સાથે તર્કવિતર્ક શરૂ કરે છે. જેને એને ખૂબ મુર્ખામી ભર્યા પગલાં સામે સલાહ આપે છે.

નવલકથામાં ક્રેનિને પોતાના વ્યવસાયની કેટલીક અસમાનતાને ઉઘાડી પાડી છે, કારણ કે તેમણે આ અસમાનતાને ખૂબ નજીકથી જોઈ હતી. વર્ષ 1970માં ફિલ્મ ડિરેક્ટર વિજય આનંદે ભારતમાં મેડિકલ ક્ષેત્રે કેટલાક અનૈતિક પાસાઓને પણ ખુલ્લા કર્યા હતા. સાથે સાથે તેમણે આ વ્યવસાયના મહાન લોકોને ટેકો આપ્યો.

ડૉ. આનંદ જે ગામમાં પ્રેક્ટિસ કરવાનું પસંદ કરે છે, ત્યાં એક કોલસા કંપનીના પે-રોલ પર રહેલા સિનિયર ડૉક્ટર પ્રસાદ પેરાલિસિસને કારણે પથારીમાં પટકાઈ જવાનું પસંદ કરે છે. એની ચાલાક પત્ની બે તબીબોને બહુ મામુલી દરે એક વૃદ્ધ માણસનું કામ કરવા માટે રાખે છે,  જેથી કરીને એની આવકમાં કોઈ વિક્ષેપ ન આવે. દેવ આનંદ દ્વારા અભિનિત ડૉ. આનંદ તે પૈકી એક છે. ડૉ. જગન એક સ્ત્રીરોગ નિષ્ણાત છે. તેમણે લંડનથી પોતાનો અભ્યાસ પૂરો કરીને ડીગ્રી મેળવી છે, પણ તેમને શરાબ પીવાની ટેવ છે. આ ત્રણ પાત્રોને એક સાથે જોડીને ફિલ્મનિર્માતાએ એક જ ક્ષેત્રના જુદા જુદા ચિત્રો સાથે મનમાં કાયમી છાપ છોડી જાય એવા સંવાદ લખ્યા છે. 

ડો. જગન દરરોજ નશામાં રહે તેની સામે ડૉ. આનંદ જ્યારે અસહમતી વ્યક્ત કરે છે ત્યારે ધુની મગજ ધરાવતા નશામાં ધુત જગન જવાબ આપે છે, “તમે અત્યાર સુધી માત્ર સપના જોયા છે. તમે તેને વિખેરાઈ જતા નથી જોઈ શકતા.”

ડો. જગન જે જવાબ આપે છે તે યુવાન અને સપનાથી છલકાતા ડૉ. આનંદને સંતોષ નથી આપતો. તે એ વાત જાણવા પર ભાર મૂકે છે કે, એના જેવો એક ઉચ્ચ કક્ષાનો તબીબ જીવન પ્રત્યે આટલી કડવાશ શા માટે છે. ત્યાર બાદ જગન એ પરિસ્થિતિ પર અફસોસનું વર્ણન કરે છે જેમાં એક ઈમાનદાર ડૉક્ટરે એ સમયે પોતાના વ્યવસાયમાં મોટો સંઘર્ષ કર્યો હતો. દુર્ભાગ્યથી એ સમયથી સ્થિતિ કોઈ ખાસ રીતે બદલી નથી. 

એક ભારતીય તબીબને વિદેશમાં ઘણું માન-સન્માન મળે છે. એવું ડૉ.જગન કહે છે. પણ જ્યારે તે પોતાના લોકોની સેવા  કરવાની સાથે પોતાના વતનમાં પરત ફરે છે ત્યારે નોકરી મેળવવા માટે ઘણા ફાંફા મારવા પડે છે. રજૂઆતો કરવી પડે છે. અભ્યાસ કરવા માટે મારા જેવા સર્જન માટે એક હોસ્પિટલ, એક ઑપરેશન થિએટર, સર્જિકલના સાધનો અને સૌથી વધારે પોતાના સાથી મિત્રોના સમર્થનની જરૂર પડે છે. જ્યારે તમારી પાસે અહીં સુધીની કોઈ પહોંચ નથી તો તમે ઘરે બેઠા છો. બેરોજગાર છો. ટૂંક જ સમયમાં તમારા અંગત કહેવાતા લોકો  પણ તમને છોડી દેશે. પછી તમે એવી જગ્યાઓ પર ઊતરવા માટે મજબુર થઈ જશો. 

આ ચર્ચા બાદ ડૉ. આનંદે કોલસાની ખાણના શ્રમિકો અને એના પરિવાર સાથે એકદમ અંગત કહી શકાય એવો આત્મીયતા ભર્યો વ્યવહાર ચાલું રાખ્યો. જોકે, આ કેસમાં એની મદદ એની પત્ની એ કરી છે. જે એક સ્થાનિક શાળામાં શિક્ષક છે. નિશા પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત છે. આ સાથે તે પોતાનું એક સ્વપ્ન પણ જુએ છે. ફિલ્મમાં આર ડી બર્મને જોરદાર મ્યુઝિક આપ્યું છે. તાજેતરમાં જ આર.ડી. બર્મનની જન્મતિથી હતી. આ ફિલ્મના ગીત નીરજે લખ્યા છે. ગીત પણ બહુ શાનદાર છે જેમ કે, ‘હા, મેને કસમ લી, હા તુને કસમ લી’. જેઓ પોતાના સપના એકબીજા સાથે શેર કરે છે. બંને વચ્ચે સુમેળ પણ સારો છે.

આનંદના જીવનમાં એક બીજો વળાંક એ આવે છે કે, ગ્રામિણ વિસ્તારમાં ગંભીર રીતે બીમાર દીકરા માટે તે પોતાનું બેસ્ટ આપવામાં માગે છે. તે બાળકને એક સર્જનને સોંપી દે છે. જેની સાથે તે પારિવારિક સંબંધો પણ છે અને લાભ પણ શેર કરે છે. પછીથી ખ્યાલ આવે છે કે, આ એક ઓછી કુશળતા ધરાવતો ડૉક્ટર છે. જે એ બાળકની સર્જરી કરવામાં અસમર્થ છે. 

ડો. આનંદ હવે મુંબઈના આલિશાન મેડિકલ જગતને છોડીને એ ગામમાં પાછા ફરે છે જ્યાં કોલસાની ખાણો છે. જ્યાં ડૉ. જગને ડૉ. પ્રસાદના  નાણાંની મદદથી એક મોટી હોસ્પિટલ શરૂ કરી છે. જેમાં ફંડનું રોકાણ ડૉ. પ્રસાદે કરેલું  છે. આવી ફિલ્મોનો અંત પ્રેરણાદાયક હોય છે, પરંતુ આપણા દેશની વાસ્તવિકતા આવી જ છે. આ ચિત્રને  બદલી શકાય છે.

Your email address will not be published.