ટેક્સાસ એલિમેન્ટરી સ્કૂલના ગોળીબારમાં 18 બાળકો, 3 પુખ્ત વયના લોકોના મોત

| Updated: May 25, 2022 9:56 am

(Texas) ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું કે, (Texas) ટેક્સાસમાં એક ભયાનક સામૂહિક ગોળીબારમાં 18 બાળકો અને 3 પુખ્ત વયના લોકોના જીવ ગયા છે. અંદર ધસી આવેલા સાલ્વાડોર રામોસ તરીકે ઓળખાતા 18 વર્ષીય બંદૂકધારીની પણ પોલીસ અધિકારીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. બે પોલીસ અધિકારીઓને પણ ગોળી વાગી હતી પરંતુ તેમને ગંભીર ઇજાઓ થઈ નથી.

આ ઘટના, સ્થાનિક સમય (24 મેની મધ્યરાત્રિ IST)ની આસપાસ શરૂ થઈ હતી. એવું માનવામાં આવે છે કે શૂટરે “તેમનું વાહન છોડી દીધું હતું અને હેન્ડગન સાથે ઉવાલ્ડેની રોબ એલિમેન્ટરી સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો, અને તેની પાસે રાઇફલ પણ હોવાની શંકા હતી.”

સીએનએન અનુસાર, આ ઘટના, બફેલો સુપરમાર્કેટના ગોળીબારના માંડ 10 દિવસ પછી થઈ છે, તેમજ ફ્લોરિડાના પાર્કલેન્ડમાં 2018 માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઇસ્કૂલમાં ગોળીબારમાં 17 લોકો માર્યા ગયા હતા ત્યાર પછીનો આ સૌથી ભયંકર હુમલો છે.

રાષ્ટ્રપતિ જો બિડેને તેમની પાંચ દિવસીય એશિયા યાત્રા પરથી વ્હાઇટ હાઉસ પરત ફરતાં રાષ્ટ્રને સંબોધન કર્યું. પીડિતોના સન્માનમાં શનિવારે સૂર્યાસ્ત સુધી અમેરિકન ધ્વજ અડધો ઝુકાવવામાં આવશે. બિડેને કહ્યું, “ક્યારે ભગવાનના નામ પર આપણે બંદૂકની લૉબી સામે ઊભા રહીશું?” “આ પ્રકારની સામૂહિક ગોળીબાર ભાગ્યે જ વિશ્વમાં બીજે ક્યાંય થાય છે,” યુએસ પ્રમુખે જણાવ્યું હતું. જો કે, આ ઘટનાએ ફરી એકવાર અમેરિકામાં કોઈપણ પરમીટ વગર હથિયારોના વેચાણની ચર્ચા જગાવી છે.

શાળામાં બીજાથી ચોથા ધોરણ સુધીના 500 થી વધુ વિદ્યાર્થીઓ છે, જેમાં મોટાભાગે હિસ્પેનિક અને આર્થિક રીતે વંચિત છે. શાળા સત્તાવાળાઓએ વાલીઓને કહ્યું કે, જ્યાં સુધી બધાનો હિસાબ ન થાય ત્યાં સુધી તેમના બાળકોને લઈ જવા નહીં.

શાળાએ તેની વેબસાઇટ પર જણાવ્યું કે, “કૃપા કરીને આ સમયે વિદ્યાર્થીઓને લઈ જવા નહીં. વિદ્યાર્થીઓને તમારી સંભાળ માટે મુક્ત કરવામાં આવે તે પહેલાં તેમની ગણતરી કરવી જરૂર છે. એકવાર બધાનો હિસાબ થઈ જાય પછી તમને વિદ્યાર્થીઓને લઈ જવા માટે સૂચિત કરવામાં આવશે.”

આ પણ વાંચો: અંબાણી-અદાણી વચ્ચે હોડ

Your email address will not be published.