સુરતમાં કોરોના કેસ વધતા કાપડ બજાર ઠપ્પ,બેરોજગાર શ્રમિકોએ વતનની વાટ પકડી

| Updated: January 20, 2022 2:29 pm

રાજયમાં કોરોના વાયરસના કેસોમાં દૈનિક વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. સુરતમાં કોરોનાની ત્રીજી લહેરની અસરની ઈફેક્ટ જોવા મળી રહી છે. મિલ અને કાપડના વેપારીઓ સાથે સંકળાયેલા શ્રમિકોને મંદી હોવાના કારણે નોકરી પરથી છૂટા કરી દેવામાં આવતા તમામ લોકો વતનની વાટ પકડી રહ્યા છે.

ગુજરાતના અમદાવાદ અને સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. ગત 20 હજાર કેસ રાજયમાં નોંધાયા હતા. ત્યારે ગત અમદાવાદમાં 8 હજાર જેટલા કેસ સામે આવ્યા હતા અને સુરતમાં 3318 કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. કોરોનાના વધી રહેલા કેસને લઈ પ્રજા ફરી એકવાર ભયના માહોલમાં આવી ગઈ છે. ત્યારે ત્રીજી લહેરમાં સુરતના કાપડ ઉદ્યોગ ઉપર માઠી અસર જોવા મળી રહી છે. કાપડ બજારમાં મંદીનો માહોલ આવતા ઘણા મજૂરોને કામ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. નોકરીમાંથી કાઢી મુક્તા શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા છે.

ત્રીજી લહેરમાં કોરોનાના કેસોમાં વધારો થતા સરકારે સાવચેતીના પગલે લગ્નનમાં 150 લોકોને જ પરવાનગી આપી છે. જેના કારણે લગ્નની સિઝન હોવા છતા લોકો કપડાની ખરીદી કરવા માટે બજારમાં જઈ રહ્યા નથી જેથી કાપડ ઉત્પાદનને માઠી અસર પણ જોવા મળી રહી છે.

આ અંગે એક શ્રમિકે જણાવ્યું છે કે, રાજયમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆતથી જ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો કે, કોરોના કેસ વધતા ધંધા રોજગાર પર માઠી અસર જોવા મળી રહી છે. કાપડ બજાર સહિતના ધંધાઓમાં ફરી એકવાર મંદીનો માર જોવા મળી રહ્યો છે જેથી માલિકો દ્વારા કામ પરથી છૂટા કરવામાં આવી રહ્યા છે.

Your email address will not be published.