એસજી હાઇવે મહોમ્મદપુરા ચોકડી પાસે રોંગ સાઇડથી આવેલા થાર ચાલકે બાઇક સવારને ઉડાવ્યા, બેના મોત

|Ahmedabad | Updated: June 29, 2022 8:35 pm

ઘટનાના કલાકો બાદ પણ હાઇટેક પોલીસે કાર માલિકનું નામ પણ શોધી શકી નથી, આંગળીના ટેરવે વિગતો રાખનાર પોલીસ શંકાના દાયરામાં

અમદાવાદ,
શહેરમાં અકસ્માતો રોકવાની ફક્ત વાતો કાગળ પર હોવાનું મનાય છે. ઓવર સ્પિડ વાહનો પણ નામની કાર્યવાહી થાય છે. મંગળવારે મોડી રાત્રે એસજી હાઇવે મહોમ્મદપુરા ચોકડી પાસે બેફામ ઝડપે રોંગ સાઇડમાં થાર જીપ ચલાવનાર ચાલકે એક બાઇક પર સવાર બે યુવાનોને ઉડાવી દીધા હતા. બાઇક પર સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઘટના રાત્રીના 11 વાગ્યા આસપાસ બની હતી તેમ છતાં ટ્રાફિક પોલીસ બીજા દિવસે રાત્રી સુધી પણ અકસ્માત કરનાર થારના માલિકનું નામ સુધ્ધા પણ શોધી શકી ન હતી. આમ રાજ્યના હાઇટેક ટ્રાફિક પોલીસ આંગણીના ટેવરે વિગતો રાખે છે પરંતુ હાઇપ્રોફાઇલ કેસ આવતા જ પોલીસ તેમાં ગોથા ખાવા લાગતી હોવાની લોકોમાં ચર્ચા છે. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. કારમાં કેટલા લોકો સવાર હતા તે પણ પોલીસ શોધી શકી નથી.

શહેરના એસજી હાઇવે પર આવેલા મહોમ્મદપુરા રોડની ચોકડી પર ગઇ કાલને મંગળવારે રાત્રે 11 વાગ્યા આસપાસ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં થાર જીપના ચાલક રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે આવતો હતો. તેની સામે આવી રહેલા ટુ વ્હિલક ચાલક અને તેની પર સવાર એક એમ બે વ્યક્તિને ધડાકાભેર ઉડાવી દીધા હતા. થારની સ્પિડ એટલી હતી કે, બંને ધડાકા સાથે ઉછળ્યા હતા અને ફંગોળાઇને પડતા તેમને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે તેમના મોત નિપજ્યા હતા.
આ અંગે ટ્રાફિક પોલીસે જણાવ્યુ હતુ કે, આંબલી ગામનો રહેવાસી સુરેશ સરદારજી ઠાકોર(ઉ.22) અને ઘુમા ગામનો રહેવાસી તેનો મિત્ર સારંગ સુભાષભાઇ કોઠારી(ઉ.21) સરખેજ સ્થિર જસ્ટ ડોગમાં નોકરી કરતા હતા. નોકરી પૂર્ણ કરીને તેઓ કર્ણાવતી ક્લબ તરફના રોડ તરફના રસ્તે જઇ રહ્યા હતા. આ દરમિયાન રોંગ સાઇડથી આવી રહેલી થાર ગાડીના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટના સ્થળ પર જ તેઓના મૃત્યુ નિપજયા હતા. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અકસ્માતની જાણ થતાં આસપાસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને તેઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમુક લોકોએ ગાડીમાં તોડફોડ પણ કરી હતી. અકસ્માત સર્જીને થારનો ચાલક ભાગી ગયો હતો. થારના ચાલકો ગાડીની નંબર પ્લેટ કાઢીને લઇ ગયા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ પરંતુ પોલીસ પહોચી ત્યારે તેમને કોઇ આ અંગે માહિતી આપનાર પણ ન હોવાનું પોલીસે જણાવ્યુ હતું.

એક્ટીવા પણ અકસ્માત થયો કે નહી તે અંગે પોલીસ અજાણ
ઘટના સ્થળ પર એક એક્ટીવા પર તુટેલી હાલતમાં હતુ તેમ છતાં ઘટના સ્થળે જનાર પોલીસને આ એક્ટીવા હોવાની જાણ ન હોવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું. આમ ટ્રાફિક પોલીસને થારનો ચાલક તો ઠીક તેનો માલિક પણ બીજા દિવસે મળ્યો નથી. થાર જેવી મોઘી કાર હોવાથી પોલીસની કામગીરી શંકાસ્પદ થઇ ગઇ હોવાની ચર્ચા ઉઠવા પામી છે.

Your email address will not be published.