સાઉદી અરેબિયામાં આયોજિત ઇન્ટરફેથ ફોરમમાં BAPSના સંતના સંબોધનને વૈશ્વિક પ્રતિનિધિઓએ તળીઓથી વધાવ્યું

| Updated: May 14, 2022 4:58 pm

અબુ ધાબીના રિયાધમાંમાં હિન્દુ મંદિરનું નિર્માણ કરતી BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ સાઉદી અરેબિયામાં (Saudi Arabia) મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત ઇન્ટરફેથ ફોરમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ ગત બુધવારે રિયાધ ખાતે યોજાયો હતો. આ ઇન્ટરફેથ ફોરમમાં અબુ ધાબીના BAPS હિંદુ મંદિરના ધર્મગુરુ અને પ્રવક્તા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ આ કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી હતી. જેમાં તેઓએ  સૌ પ્રથમ BAPS સ્વામિનારાયણ સંસ્થાને ઇન્ટરફેથ ફોરમમાં આમંત્રણ આપવા બદલ મુસ્લિમ વર્લ્ડ લીગનો આભાર માન્યો હતો. ત્યાર બાદ તેઓએ જણાવ્યું હતું કે,  “ચાલો આપણે સૌ આ પૃથ્વી પર સ્વર્ગ ઉભું કરવા સંવાદિતા અને સહનશીલતાના મૂલ્યોથી પ્રયત્ન કરવા કટિબદ્ધ થઈએ.”

હિંદુ સંતના સંબોધનને વૈશ્વિક પ્રતિનિધિઓએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું. “હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતાં , પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીના શબ્દોને મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ, શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ ઇસા અને સમાનતા અને એકતાના પ્રતિક સમાન ગણાવ્યું હતું. અને બાદમાં તેમની પ્રશંસા કરવામાં આવી હતી. 

મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત આ પરિષદમાં 35 દેશોમાંથી, વિવિધ ધર્મોના 90 અગ્રણી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદનો કેન્દ્રવર્તી વિચાર “વિવિધ ધર્મોના અનુયાયીઓ વચ્ચે સંવાદિતા અને સહિયારા મૂલ્યોનું પ્રસારણ” હતો. પરિષદમાં સૌ મહાનુભાવો વર્તુળાકાર બેઠક વ્યવસ્થામાં સમાનતા અને એકતાના સંદેશને પ્રસરાવતા ઉપસ્થિત હતા.

હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયામાં હિંદુ સંતોને સોપ્રથમ વાર ઐતિહાસિક આવકાર મળ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ સાઉદી અરેબિયાના રિયાધ ખાતે ઐતિહાસિક, આંતરધર્મ સંવાદિતા પરિષદને સંબોધન કર્યું હતું.

આ પણ વાંચો: ભાજપના વરિષ્ઠ નેતા તારાચંદભાઈ છેડાની તબિયત લથડતા તેમણે લીધો સંથારો; હોસ્પિટલથી રજા લઈ ભુજ લઈ જવાયા

Your email address will not be published.