બાંગ્લાદેશી નેવીએ કરી 135 ભારતીય માછીમારોની અટકાયત

| Updated: June 30, 2022 11:57 am

બાંગ્લાદેશની જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ બાંગ્લાદેશી નેવીએ બંગાળની ખાડીમાંથી આઠ માછીમારીના ટ્રોલર સાથે 135 ભારતીય માછીમારોની અટકાયત કરી હતી. સોમવારે રાત્રે સમુદ્રમાં પેટ્રોલિંગ દરમિયાન નેવીના જવાનોએ બે દરોડા પાડીને ભારતીય માછીમારોની અટકાયત કરી હતી.

બાગેરહાટ જિલ્લાના પોલીસ મીડિયા સેલના અધિકારી એસએમ અશરફુલ આલમે જણાવ્યું હતું કે, નૌકાદળના જહાજો બનૌજા પ્રત્યા અને અલી હૈદર દરિયામાં પેટ્રોલિંગ કરતાં હતા ત્યારે પ્રથમ તબક્કામાં ચાર ટ્રોલર સાથે 68 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.

બાદમાં, એજ ટીમે અન્ય ડ્રાઇવમાં તે જ દિવસે વધુ 67 માછીમારોની અટકાયત કરી અને ચાર ટ્રોલર્સ જપ્ત કર્યા હતા. માછલી સહિત જપ્ત કરાયેલી વસ્તુઓની કિંમત બજારમાં 3.80 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

મોંગલા પોલીસ સ્ટેશનના ઓફિસર-ઈન્ચાર્જ મનીરુલ ઇસ્લામ જણાવ્યું હતું કે, નૌકાદળે અટકાયતીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

મોંગલા ઉપજિલ્લાના વરિષ્ઠ મત્સ્યોદ્યોગ અધિકારી જાહિદુલ ઈસ્લામે જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા છમાંથી ચાર ભારતીય ટ્રોલર તેમજ તેમાં સવાર માછીમારોને મંગળવારે રાત્રે મત્સ્ય વિભાગની હાજરીમાં મોંગલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગેરકાયદેસર સ્થળાંતર કરનારા બાંગ્લાદેશીઓને અસલ આધાર કાર્ડ જારી કર્યા

Your email address will not be published.