ચૂંટણી પહેલા યોગી સરકારનો મોટો દાવ, અન્નદાતાને આપી આ મોટી ભેટ

| Updated: January 6, 2022 7:05 pm

ચૂંટણીની તૈયારીઓમાં ભાજપ સરકાર લાગી ગઇ હોય તેવું જોવા મળી રહ્યું છે.ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી સરકારે મોટી અને બપર જાહેરાત કરી દીધી છે.જેને સાંભળીને દરેક ખેડૂતો ચોકી જશે.વીજળી બીલમાં 50 ટકાની બંપર છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

યુપી સહિત 5 રાજ્યોમાં હવે ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની શક્યતા જોવા મળી રહી છે.તો ભાજપના દરેક નેતાઓ દરેક રાજયમાં આ વિધાનસભાની ચૂંટણીને લઇને લોકોને રીઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં મીટર કનેક્શન પર યુનિટ દીઠ માત્ર રૂ.1 ચૂકવવા પડશે તેવી માહીતી આપવામાં આવી છે.અને આ માહિત સીએમ ઓફિસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જાહેરાત કરવામાં આવી છે.આ યોજનાનો લાભ ગામડાઓ સાથે શહેરી ખેડૂતોને પણ મળશે તેવી માહિતી આપવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં મીટર કનેક્શન પર યુનિટ દીઠ રૂ.2ને બદલે યુનિટ દીઠ માત્ર રૂ.1 જ ચૂકવવા પડશે. 70 પ્રતિ હોર્સપાવર, હવે દર ઘટાડીને હોર્સપાવર દીઠ રૂ.35 કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.અને સાથે જ આ પહેલા પોતાની સરકારની સિદ્ધિઓ ગણતા સીએમ યોગીએ કહ્યું કે, “આજે અમે ત્રણ મહિના પહેલા જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે.તેવું સત્તાવાર નિવાસસ્થાને સ્વરોઝગર સંગમ કાર્યક્રમ બોલ્યા હતા.

યુપી સહિત પાંચ રાજ્યોમાં યોજાવાની છે વિધાનસભાની ચૂંટણી, ગમે ત્યારે તારીખોની જાહેરાત થઇ શકે છે.અને તેને લઇને યોગી ખેડૂતોને રિઝવતા હોય તેવું જોવા મળી રહ્યું છે.અને તેથી ચૂંટણી પહેલા યોગી સરકારે મોટો દાવ ખેલ્યો તેવું જોવા મળી રહ્યું છે.

Your email address will not be published.