ઓનલાઇન ડ્રગ્સકાંડમાં મોટો ખુલાસો: 300થી વધારે હાઈ પ્રોફાઇલ પરિવારના સંતાનો છે બંધાણી

| Updated: June 9, 2022 10:23 am

અમદાવાદના વસ્ત્રાપુરમાં ડ્રગ્સના વેચાણ માટે ઈ-કોમર્સ કંપની માધ્યમ બની રહી છે. જેને લઈ વસ્ત્રાપુર પોલીસે ડ્રગ્સ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. વિગતો મુજબ આરોપીઓ કંપની બનાવી ઇ-કોમર્સ કંપનીના માધ્યમથી ડિલીવરી આપતા હતા. આકાશ વિઝાંવા, કરણ વાઘ નામના શખ્સો નેટવર્ક ગોઠવી ગત દોઢ વર્ષથી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવતા હોવાનું ખૂલ્યું છે. 

વસ્ત્રાપુરમાં પકડાયેલા ડ્રગ્સકાંડની તપાસમાં અનેક ચોંકાવનરી વિગતો બહાર આવી છે. આ રેકેટ ગુજરાતનાં ખૂણે ખૂણે ફેલાયેલું હોવાનો ખુલાસો થયો છે.આ ઓનલાઇન ડ્રગ્સ ફક્ત સામાન્ય લોકો જ નહિ પરંતુ મેડિકલ પ્રોફેશનલ્સ તેમજ હાઈ પ્રોફાઇલ લોકો પણ ડ્રગ્સ મંગવતા હતા.

આરોપીઓ અમદાવાદ,વડોદરા,રાજકોટ સહીત અન્ય જગ્યાએ રેવ પાર્ટી કરતાં હતા. ATSની તપાસમાં રાજ્યના 300થી વધુ ધનાઢ્ય પરિવારના સંતાનો કસ્ટમર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મોટાભાગના કસ્ટમર મેડિકલ પ્રોફેશન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.  એટલુંજ નહી પણ ઓનલાઇન ડ્રગ્સ મગાવનારાઓમાં ગુજરાતની એક મહિલા મામલતદાર પણ સામેલ છે. આ મહિલા મામલતદાર એક રેવ પાર્ટીમાં પણ જોડાઈ હતી. 

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, એક ડોઝ માટે યુવતીને કોઈની પણ સાથે શારીરિક સંબંધ બનાવવા મજબૂર કરતા હતા, જો કે તેની ખરાઈ હજી થઈ શકી નથી. આ ડ્રગ્સ ડીલર પાસેથી સૌરાષ્ટ્રની એક મહિલા મામલતદાર પણ ડ્રગ્સ મેળવતી હતી.

આ કેસ સાથે સંકળાયેલા ઘણા પુરાવા મળી રહ્યા છે, હાલ 300 લોકોનું લિસ્ટ છે. આ ડ્રગ્સ મેળવવા માટે કોડ હતા. જેમાં ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર થયા બાદ આખી રેવ પાર્ટી સહિતનું આયોજન અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં થયું હતું. હાલ આ સમગ્ર મામલે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છીએ. રાજ્યવ્યાપી ડ્રગ્સ રેકેટમાં હવે અનેક મોટા ખુલાસા વોન્ટેડ આરોપી પકડાયા બાદ થઈ શકે છે.

ડ્રગ્સ કેસમાં સામે આવેલી વિગતો મુજબ પોલીસ અને ATSની ટીમની તપાસમાં આંગડિયા મારફતે થયેલા ટ્રાન્ઝેક્શનની વિગત ખુલી છે. આ સાથે કરણ નામના વધુ એક આરોપીની સામેલગીરી પણ છતી થઈ છે. 

આ પણ વાંચો: વિકાસનું ગુજરાત મોડલ : 3,400 ખાલી જગ્યા માટે 17 લાખ ઉમેદવાર

Your email address will not be published.