બીજેપીએ રાજયભરના કાર્યકરો સાથે જોડાવા માટે સોફ્ટવેર ‘સરલ’ લોન્ચ કર્યું

| Updated: May 23, 2022 5:14 pm

સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તેના પ્રચારમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે જાણીતી છે. આ વખતે પણ (BJP) ભાજપે રાજયભરના કાર્યકરો સાથે જોડાઈ શકે માટે એક નવુ સોફ્ટવેર વિકસાવ્યું છે. આ સોફ્ટવેરને ‘સરલ’ નામ આપ્યું છે, જેનો અર્થ ‘સંગઠન રિપોર્ટિંગ એનાલિસિસ’ થાય છે. સોફ્ટવેરનો ઉપયોગ કાર્યોની સોંપણી અને પક્ષના કાર્યકરોની પ્રવૃત્તિના ડેટાને તપાસવા જેવા કર્યો માટે કરવામાં આવે છે. સાથે સાથે કરવામાં આવેલ કર્યો પર વિગતવાર અહેવાલ પણ પ્રદાન કરે છે. (BJP) ભાજપના આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ આ સોફટવેરમાં ઉપલબ્ધ છે. 

આગામી 2022ની ચૂંટણીના કાર્યક્ષેત્રમાં, આ સોફ્ટવેર કાર્યકરોને રેલીઓ અને સભાઓ વિશે માહિતી આપવા માટે મદદરૂપ બનશે અને ડેટાનું નિયમિત વિશ્લેષણ કાર્યકરોને સક્રિય રાખશે અને શક્ય તેટલા વધુ મતદારો સુધી પહોંચવામાં મદદ કરશે. 

ગાંધીનગરમાં બીજેપી હેડક્વાર્ટર ‘કમલમ’ ખાતે એક નવું કોમ્યુનિકેશન અને ડેટા એનાલિસિસ સેન્ટર સ્થાપ્યું છે, જેમાં ડઝનબંધ સમર્પિત વ્યક્તિઓ કમ્પ્યુટર ડેસ્ક પર દરરોજ કામ કરે છે.  આ સોફ્ટવેર પક્ષ અને કાર્યકરો વચ્ચે સીધો જોડાણ સ્થાપિત કરશે, તેમને તમામ સંબંધિત માહિતી જેમ કે નામ, સરનામા અને તેઓ જે કાર્યક્રમમાં હાજરી આપે છે તે પૂરી પાડશે.

આ પણ વાંચો: ગિરનાર રોપ-વે સેવા બે દિવસથી બંધ, ભારે પવનને કારણે રોપ વે સેવા ખોરવાઈ

Your email address will not be published.