બનાસકાંઠાના ડીસામાં એસ.ટી બસમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા

| Updated: January 23, 2022 2:20 pm

ડીસામાં એસટી બસમાંથી યુવક યુવતીના મૃતદેહ મળતા ડીસા પોલીસ દોડતી થઈ છે. બંને યુવક-યુવતી રાધનપુરથી બસમા બેસ્યા હતા, અને ડીસામાં તેમના મૃતદેહ મળ્યા હતા, ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક-યુવતી પ્રેમી યુવલ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની વિગતો એવી છે કે એક યુવક અને યુવતી રાધનપુરથી અંબાજી જતી બસમાં બેઠા હતા. બસ ડીસા પહોંચતા જ બસના કંડક્ટરે યુવક-યુવતીને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને ઉઠ્યા ન હતા. જેથી બસના કંડક્ટરે પોલીસને જાણ કરી 108 દ્વારા બંન્નેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સિવિલના તબીબોએ બંન્ને યુવક-યુવતીને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા દોડી આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમા સામે આવ્યુ કે, માંડવી-અંબાજી બસમાં રાધનપુરથી બેઠેલા યુવક-યુવતીએ બસમાં ઝેરી દવા ગટગટાવીને મોત વ્હાલુ કર્યુ હતું. પોલીસે બંન્ને મૃતકોના મૃતદેહોને પોસમોર્ટમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક-યુવતી પ્રેમી પંખીડા હોવાનું અનુમાન છે. ત્યારે પોલીસે બંનેની ઓળખ જાણવા, બંને કયા શહેરના છે તે મામલે તપાસ શરૂ કરી છે.

Your email address will not be published.