‘નોલેજ કોરિડોર’ તરીકે ગુજરાતની ઓળખથી બ્રિટિશ ડેપ્યુટી કમિશન મંડળ પ્રભાવિત

| Updated: June 9, 2022 4:35 pm

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન સાથે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે મેળવેલી સિદ્ધિઓથી અને નોલેજ કોરિડોર તરીકે ગુજરાતે ઊભી કરેલી આગવી ઓળખથી બ્રિટિશ ડેપ્યુટી કમિશન મંડળ પ્રભાવિત થયું હતું. ફક્ત એટલું જ નહી ગુજરાતના સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટીના કન્સેપ્ટથી અભિભૂત થઈને આ પ્રતિનિધિમંડળ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ચિલ્ડ્રન યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી, બાયોટેકનોલોજીકલ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી સહિતની સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટીની વિગતો મેળવી તેની મુલાકાત લેવાની તત્પરતા દર્શાવી હતી.

ભારત અને યુનાઇટેડ કિંગ્ડમ (યુકે)ના ઉચ્ચ શિક્ષણના નીતિગત ફેરફારોને આંતરરાષ્ટ્રીય નીતિને કેન્દ્રમાં રાખીને તેને સમજવા તથા ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથે યુકેની આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યૂહરચના શેર કરવા સહિતના વિવિધ ઉદ્દેશ્યો સાથે આજે યોજાયેલા ઇન્ડિયા-યુકે ગેધર હાયર એજ્યુકેશન કોલોબ્રેશન પ્રોગ્રામ કાર્યક્રમ હેઠળ બ્રિટિશ ડેપ્યુટી કમિશન ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ પ્રતિનિધિમંડળે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની શુભેચ્છા મુલાકાત લઈ બેઠક યોજી હતી અને વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ ઉપરાંત ગુજરાતમાં કાર્યરત નવી આઇટી પોલિસી (2022-27), નવી બાયોટેકનોલોજી પોલિસી (2022-27), નવી એસએસઆઇપી 2.0 પોલિસી (2022-27), તથા રાષ્ટ્રીય શિક્ષા નીતિના ઉચ્ચ શિક્ષણ તથા પ્રાથમિક શિક્ષણના રોડમેપની પુસ્તિકા પ્રદાન કરી વાઘાણીએ ગુજરાત ડેલિગેશનને ગુજરાતમાં રોકાણ માટે આહવાન કર્યુ હતું.

“ઇન્ડિયા – યુકે ટુગેધર- હાયર એજ્યુકેશન કોલોબ્રેશન” કાર્યક્રમ અંતર્ગત વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે આ બ્રિટિશ ડેપ્યુટી કમિશનના પ્રતિનિધિમંડળ સાથે રાઉન્ડ ટેબલ મંત્રણાનું આયોજન કરાયું છે. શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડીંડોરની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાશે, જેમાં યુકે ડેલિગેશન વર્તમાન નીતિ અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ(NEP) -2020ના અમલીકરણના તબક્કાઓ અંગે પ્રાથમિક માહિતી મેળવશે. પ્રતિનિધિમંડળને આ બેઠક NEP 2020 કામગીરીને સમજવાની અને આ ક્ષેત્રે સુધારાઓ વિશે જાણવાની તક પૂરી પાડશે તેમજ આવનાર સમયમાં આ બાબતે થનાર નવીનીકૃત શિક્ષણ નીતિને સમજવા મદદરૂપ સાબિત થશે. ભારત સાથેના ઉચ્ચ શિક્ષણ સહયોગ માટે યુકેની પ્રાથમિકતાઓ રજૂ કરવા તેમજ ભારતીય શિક્ષણ ક્ષેત્રે યુકે યુનિવર્સિટીઓની કુશળતા અંગે અને ભારતીય શિક્ષણ ક્ષેત્ર સાથેના યુકેની આંતરરાષ્ટ્રીય શિક્ષણ નીતિ રજૂ કરવા આ બેઠક મહત્વની સાબિત થશે.

આ રાઉન્ડ ટેબલ મંત્રણા બેઠકમાં ઉચ્ચ શિક્ષણ સહયોગ માટે ભારતીય પ્રાથમિકતાઓ અને વ્યૂહરચનાઓની સમજ મેળવવામાં આવશે. તેમજ ભારતીય ઉચ્ચ અભ્યાસ ક્ષેત્ર અને કેન્દ્ર-રાજ્ય સરકારો સાથે આ બાબતે વાર્તાલાપ કરવામાં આવશે. આ માટે ભાગ લેતી દરેક રાજ્યની ઉચ્ચ શિક્ષણ પરિષદોના પ્રતિનિધિઓ સાથે લાઇન અપ કરવામાં આવ્યુ છે.

Your email address will not be published.