ઇલેક્ટ્રિક વાહનોમાં આગનું કારણ બેટરીના સેલમાં અને ડિઝાઇનમાં ખામી

| Updated: May 7, 2022 4:57 pm

નવી દિલ્હીઃ તાજેતરમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરોમાં આગ લાગવાની ઘટનાઓ વધી તેનાથી ચોંકેલી સરકાર તેની પાછળના કારણો શોધવા સમિતિ નીમી હતી. સમિતિએ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરોમાં લાગતી આગનું કારણ શોધી કાઢ્યુ છે. સમિતિના જણાવ્યા મુજબ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરોમાં આગ લાગવાના મુખ્ય બે કારણ છે, એક કારણ છે બેટરીના સેલ્સમાં ખામી અને બીજું કારણ છે ડિઝાઇનની તકલીફ.

વિવિધ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓના ઇવીમાં આગ લાગવાના પગલે ગયા મહિને તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. નિષ્ણાતો બેટરી ફાટવા અને આગ લાગવાના રિસર્ચમાં બેટરી સેલ અને ડિઝાઇનની ખામી શોધી કાઢી છે.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે નિષ્ણાતો હવે EV ઉત્પાદકો સાથે તેમના વાહનોમાં સંબંધિત બેટરી સમસ્યાઓ ઉકેલવા માટે વ્યક્તિગત રીતે કામ કરશે. પ્રારંભિક તારણો EV ટુ-વ્હીલર ઉત્પાદકોને મુશ્કેલીમાં મૂકી શકે છે.લંગાણાના નિઝામાબાદ જિલ્લામાં તેમના ઘરમાં પ્યોર ઇવી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની બેટરી ફાટતાં એક 80 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.

ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સાથે સંકળાયેલી અન્ય એક દુ:ખદ ઘટનામાં, આંધ્રપ્રદેશના વિજયવાડામાં બૂમ મોટર્સના ઈ-સ્કૂટરમાં જ્યારે ઘરમાં ચાર્જ થઈ રહ્યુ હતુ ત્યારે બ્લાસ્ટ થતાં એક 40 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં કોટાકોંડા શિવ કુમારની પત્ની અને બે પુત્રીઓ ગંભીર રીતે દાઝી ગઈ હતી. આજની તારીખમાં, દેશમાં ત્રણ પ્યોર ઇવી, એક ઓલા, ત્રણ ઓકિનાવા અને 20 જિતેન્દ્ર ઇવી સ્કૂટર્સમાં આગ લાગી છે, જે તેમની સલામતી અંગે સળગતા પ્રશ્નો ઉભા કરે છે. ઘણા EV નિર્માતાઓએ વાહન હીટ મારતા હોવાના કિસ્સા વચ્ચે ખામીયુક્ત બેચ રિકૉલ કર્યા છે.

ઓલા ઈલેક્ટ્રીકે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓએ વૈશ્વિક કક્ષાની એજન્સીઓને “અમારી પોતાની તપાસ ઉપરાંત, મૂળ કારણ પર આંતરિક મૂલ્યાંકન કરવા” સોંપી છે. “આ નિષ્ણાતોના પ્રારંભિક મૂલ્યાંકન મુજબ, તે સંભવતઃ એક અલગ થર્મલ ઘટના હતી,” કંપનીએ જણાવ્યું હતું. ઓલા ઈલેક્ટ્રીક એ ચોક્કસ બેચમાં સ્કૂટર પર પ્રી-એમ્પટીવ ડાયગ્નોસ્ટિક્સ અને હેલ્થ ચેક માટે સ્વૈચ્છિક રીતે 1,441 વાહનોને પહેલાથી જ રિકૉલ કર્યા છે. “અમારુ બેટરી પેક પહેલેથી જ તેમાં સમાવિષ્ટ છે અને યુરોપિયન સ્ટાન્ડર્ડ ECE 136 સાથે સુસંગત હોવા ઉપરાંત, AIS 156 માટે ટેસ્ટિંગ કરવામાં આવે છે, જે ભારત માટે લેટેસ્ટ પ્રસ્તાવિત સ્ટાન્ડર્ડ છે.”

Your email address will not be published.