ગુજરાત કેડરના IAS રાજેશને ત્યાં મોડી રાત્રે CBIની ટીમ ત્રાટકી

| Updated: May 20, 2022 2:43 pm

ગાંધીનગર: આઇએએસ અધિકારીઓ સામે આર્થિક ગુના સંદર્ભે અને ભ્રસ્ટાચાર સંદર્ભે કરવામાં આવતી ફરિયાદ હેઠળ CBI એટ્લે કે કેન્દ્રિય તપાસ સંસ્થા ગુના નોંધી કાર્યવાહી કરતી હોય છે. એવી જ એક ફરિયાદ (Gujarat) ગુજરાત કેડરના આઇએએસ કાંકીપતી રાજેશ સામે ઊભી થતાં, રાત્રે CBIની ટિમ દ્વારા તેમના નિવાસ સ્થાને દરોડા કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ કે રાજેશ સામે CBI દિલ્હી ખાતે, જમીન કૌભાંડ મામલે અને હથિયારના લાઇસન્સ પણ પૈસા લઈને આપવા જેવા મુદ્દે ફરિયાદ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મુદ્દે કોઈ અન્ય વિગતો હજી સામે આવી નથી.

વર્ષ 2018 દરમિયાન કે રાજેશ દ્વારા ચોટીલામાં તાત્કાલિક અધિક કલેક્ટર, ડેપ્યુટી ક્લેક્ટર, ઈન ચાર્જ મામલતદારને કે રાજેશે ફરજ મૌકૂફ કર્યા હતા. ત્રણેય અધિકારીઓ સામે સુરેન્દ્રનગર ક્લેક્ટર કે રાજેશ દ્વારા 320 એકર જમીનના ખોટા દસ્તાવેજ ઊભા કરવાના મુદ્દે જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી હતી અને હવે કે રાજેશ સામે CBIમાં જમીન મુદ્દે જ ફરિયાદ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

કે રાજેશ 2011 બેચના (Gujarat) ગુજરાત કેડરના IAS છે અને તેમનું હાલ પોસ્ટિંગ સામાન્ય વહીવટ વિભાગના NRI અને ART ડિવિઝનના સંયુક્ત સચિવ તરીકે થયું છે.

કે રાજેશ એ પુડુચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીથી ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિક્સમાં બી ટેક કર્યું છે. તેમણે 2010માં 103માં રેન્ક સાથે UPSC પાસ કરી ગુજરાત કેડર મેળવી હતી.

કે રાજેશ મસુરીમાં ટ્રેનીંગ કરી જુનાગઢમાં 2013માં સુ.આસિસ્ટન્ટ ક્લેક્ટર તરીકે સેવા આપી ત્યારબાદ, સુરતમાં આસિસ્ટન્ટ ક્લેક્ટર તરીકે અને સુરતમાં જ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી અને ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગર ક્લેક્ટર તરીકે રહ્યા હતા.

આ પણ વાંચો: IAS અધિકારી કે.રાજેશને ત્યાં દરોડા, વિશ્વાસુ રફીકની ધરપકડ

Your email address will not be published.