2011 બેચના ગુજરાત (Gujarat) કેડરના IAS અધિકારી વિરુધ્ધ તપાસ એજન્સીના દિલ્હી યુનિટે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે. ત્યારબાદ તેમના ઓફિસ અને નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત અને અધિકારીના ગૃહ રાજ્ય આંધ્રપ્રદેશમાં એક સાથે હાથ ધરવામાં આવ્યું હતું.
સીબીઆઇના અધિકારી આગળ ઉમેર્યું કે, સૌરાષ્ટ્રમાં કલેક્ટર તરીકે નિયુક્તિ થયેલા આ અધિકારીનો કાર્યકાળ કલંકિત રહ્યો છે . તેના વિરુધ્ધ ઘણી ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હતી. ગૃહ વિભાગ હેઠળ આવેલા એસીબીમાં તેમના વિરુધ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, ત્યાર બાદ તેમની બદલી કરવામાં આવી હતી.
સીબીઆઈના સૂત્રો મુજબ, તેમના પર શંકાસ્પદ જમીન સોદામાં હાથ હોવાનો અને લાંચ લીધા બાદ હથિયારના લાઇસન્સ આપવાનો આરોપ છે, જેની નિવૃત્ત એડિશનલ ચીફ સેક્રેટરી રેન્કના અધિકારી દ્વારા પહેલેથી તેમની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.
તમામ પ્રાથમિક માહિતીને ધ્યાનમાં લીધા બાદ ગુરુવારે CBI દિલ્હી યુનિટમાં અધિકારી વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. CBIના દિલ્હી યુનિટની એન્ટી કરપ્શન વિંગની એક ટીમ ગુરુવારે સવારે ગાંધીનગર આવી પહોંચી હતી અને ગાંધીનગર સ્થિત CBI અધિકારીઓની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેવીજ રીતે સીબીઆઈની ટીમોને આંધ્રપ્રદેશ પણ મોકલવામાં આવી હતી. એમ તેમણે જાણવા મળ્યું કે કેટલાક ખાનગી નાગરિકો પણ ભ્રષ્ટાચારના કૃત્યોમાં સામેલ હતા.
તપાસમાં કેટલાક ખાનગી નાગરિકોની સંડોવણી પણ બહાર આવશે જેઓ IAS અધિકારી સાથે હાથ મિલાવ્યા હતા અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમના શંકાસ્પદ જમીન સોદાઓથી લાભ મેળવ્યો હતો.
આ પણ વાંચો: ફેસબુક પર જાહેરાત જોઈને યુવકે લોન લેવા માટે ફોન કર્યો અને રૂ.1.45 લાખ ગુમાવ્યા