સૌરાષ્ટ્રમાં તંત્રની લાલ આંખ, વીજચોરીમાં આ શહેર સૌથી મોખરે

| Updated: June 8, 2022 11:27 am

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મે મહિનામાં 26 કરોડની વીજચોરી ઝડપાઇ હોવાની ધટના સામે આવી છે.જેમાં સૌથી વધારે રાજકોટમાં ઝડપાઇ છે. 4 કરોડની વીજચોરી રાજકોટમાં જ થઇ હોવાનું સામે આવ્યું છે.

PGVCLના MDએ વીજચોરી મામલે બોલાવ્યો સપાટો

મે મહિના દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવી હતી તપાસ કરતા સૌથી વધારે રાજકોટમાં વીજચોરી ઝડપાઇ હતી.ચકાસણીની વાત કરવામાં આવે તો 85,265 તપાસવામાં આવ્યા હતા.જેમાંથી તપાસ કરતા માહિતી મળી કે 10858 કનેકશનોમાં ગેરરીતિ થઇ છે.

વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકો કોઇને કોઇ રીતે પોતાના પૈસાઓ બચાવા માટે મજબૂરીમાં પણ કરી રહ્યા હોય તેવું પણ કહી શકાય.કેમકે બિલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

મે મહિના પહેલાની વાત કરવામાં આવે તો એપ્રિલમાં 27.84 કરોડની વીજચોરી પક્ડાઇ હતી.તપાસ કરતા વધારે ચોરીના બનાવો સામે આવી રહ્યા છે.ચોરીની ધટનાઓ બનતા સતત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વધારે બનાવો સામે આવ્યો છે.

રાજકોટ શહેર-ગ્રામ્યમાં અને જામનગર, અંજાર, ભાવનગર તથા સુરેન્દ્રનગરમાંથી પકડાયેલી વીજચોરીનો આંકડો 2-2 કરોડથી વધુનો સામે આવ્યો છે.જેને પગલે હવે એવું પણ લાગી રહ્યું છે કે PGVCL તરફથી વધુ તપાસ કરવામાં આવશે.

Your email address will not be published.