કળિયુગના ગોંવિદે વાડામાં ઘુસી આવેલ ગાયમાતાના બે પગ કાપ્યા

| Updated: January 8, 2022 7:43 pm

વડોદરામાં કળિયુગના ગોંવિદે વાડામાં ઘુસી આવેલ ગાયમાતાના બે પગ તિક્ષ્ણ હથિયારથી કાપી નાંખ્યા હોવાની જધન્ય ઘટના બનવા પામી છે, આ અંગે છાણી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એનિમલ સંસ્થા દ્વારા ઈજાગ્રસ્ત ગાયની સારવાર કરવામાં આવી હતી.

વિગતો એવી છે કે વડોદરાના દશરથ ગામના ઈન્દિરાનગરી ભરવાડ વાસમાં રહેતા જયેશ જગુભાઈ ભરવાડ રહે છે અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે તેમને ઘરે વાહનમાં શેરડીનો જથ્થો આવ્યો હોવાથી તેઓ પોતાની ગાયને ઘર પાસે છૂટ્ટી મુકી હતી અને થોડાક સમય પછી ગાયને બાંધી દેવાનું પરિવારજનોને કહી નોકરી ઉપર ગયા હતા.

રાત્રીના સમયે તેઓ નોકરી પર હતા, ત્યારે પડોશમાં રહેતા દિપકભાઈએ તેમને ફોન કરી તેમની ગાય ઘાયલ હાલતમાં હોવાનું અને નજીકમાં રહેતા ગોવિંદભાઈ ભરવાડે તેમની ગાય પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેઓ તાત્કાલીક ઘરો દોડી આવ્યા હતા અને ગાયની સારવાર કરાવી હતી. સમગ્ર બનાવ અંગે છાણી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાય ઉપર હુમલો કરનાર ગોવિંદભાઇ જીવણભાઈ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.