અમદાવાદ: કોરોનાને લીધે અનાથ થયેલા બાળકની કસ્ટડી સુપ્રીમ કોર્ટે દાદા-દાદીને આપી

| Updated: June 10, 2022 11:00 am

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં અનાથ થયેલા છ વર્ષના છોકરાની કસ્ટડી તેના દાદા-દાદીને આપી હતી. છોકરાએ અમદાવાદમાં અનુક્રમે 13 મે અને 12 જૂન, 2021ના રોજ તેના પિતા અને માતાને ગુમાવ્યા હતા અને બાદમાં ગુજરાત હાઈકોર્ટે તેની કસ્ટડી માસીને આપી હતી. પણ હાઈ કોર્ટના આ નિર્ણય ને સુપ્રીમ કોર્ટે બદલીને કહ્યું કે, ભારતીય સમાજમાં  દાદા-દાદી હંમેશા તેમના પૌત્રની “વધુ સારી કાળજી” લે છે.

હાઈકોર્ટના નિર્ણયને બદલીને જસ્ટિસ એમ આર શાહની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું, દાદા-દાદી પૌત્ર સાથે વધુ ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે. આ ઉપરાંત દાહોદની સરખામણીમાં અમદાવાદમાં છોકરાને વધુ સારું શિક્ષણ મળશે. જો કે કોર્ટે છોકરાની કસ્ટડી માત્ર આવકના માપદંડના હિસાબે જ દાદા- દાદીને આપવામાં આવી હોવાને નકાર્યું છે અને કહ્યું કે, હાઈકોર્ટે નોંધ્યું છે કે છોકરાને દાદા-દાદી સાથે વધારે ફાવતું હતું. જોકે, બેન્ચે કહ્યું કે, માસી તેની અનુકૂળતા મુજબ બાળકને મળી શકે છે.

છોકરાની માસી અપરિણીત હતી અને કેન્દ્ર સરકારમાં નોકરી કરતી અને બાળકના ઉછેર માટે અનુકૂળ હોય તેવા સંયુક્ત કુટુંબમાં રહેતી આ જોઈ ને જ છોકરાની કસ્ટડી માસીને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો: રખિયાલની નારાયણી હોસ્પિટલમાં દર્દીનું તડપી તડપીને મોત, સગા બુમો પડતા રહ્યા છતાં ડોકટરએ ન સાંભળ્યું

Your email address will not be published.