મદ્રાસ હાઇકોર્ટમાં આખો કેસ જ વોટ્સએપ પર ચાલ્યો

| Updated: May 17, 2022 3:55 pm

ચેન્નાઈઃ હવે આ બાબતને ભારતના કાયદાકીય ક્ષેત્રે ટેકનોલોજીકલ સિદ્ધિ ગણવી નહી તે કદાચ ચર્ચાનો વિષય છે પરંતુ હવે કાયદાકીય પ્રક્રિયા પણ આધુનિક વાઘા ધારણ કરી રહી છે. તેનો પુરાવો આપતો હોય તો તે મદ્રાસ હાઇકોર્ટનો કેસ છે. આ આખો કેસ જ વોટ્સએપ પર ચાલ્યો હતો. આ જોતાં જરૂરિયાત સંશોધનની જનેતા છે તેમ પણ કહી શકાય.

ન્યાયાધીશ જી.આર. સ્વામીનાથને તેઓ નાગરકોઇલ ગયા હતા ત્યારે કેસ હાથ પર લીધો હતો, તેઓ આ સ્થળે લગ્નમાં હાજરી આપવા ગયા હતા. અભિષ્ઠા વરદરાજા સ્વામી મંદિરના ટ્રસ્ટી પી.આર. શ્રીનિવાસનની રજૂઆતના પગલે તેમણે આ કેસ હાથ પર લીધો હતો. તેમણે રજૂઆત કરી હતી કે જો તેમને સોમવારે રથયાત્રા યોજવાની મંજૂરી આપવામાં નહી આવી તો તેમના પર દૈવીપ્રકોપ ઉતરશે.

જજે આ કેસના આદેશના ચુકાદાના પ્રારંભમાં જ જણાવ્યું હતું કે પરિસ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને મારે કેસ તાત્કાલિક વોટ્સએપ પર હાથ ધરવો પડ્યો હતો. રિટ પિટિશનરની તાકીદની અરજીએ મને સુનાવણી કરવાની ફરજ પાડી હતી. આ ત્રિપક્ષીય સુનાવણી હતી. એકબાજુએ જજ નાગરકોઇલથી કેસની સુનાવણી કરી રહ્યા હતા, અરજદારનો વકીલ વી રામચંદ્રન એક સ્થળે હતો, એડવોકેટ જનરલ આર ષણ્મુગાસુંદરમ ચેન્નાઈ શહેરમાં બીજા સ્થળે હતા. અહીં ધરમપુરી જિલ્લામાં મંદિરને શોભાયાત્ર યોજવા માટે મંજૂરી આપવાની વાત હતી.

ઇન્સ્પેક્ટર જનરલે જણાવ્યું હતું કે હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ ડિપાર્ટમેન્ટ પાસે મંદિરના અધિપતિને આદેશ આપવાની સત્તા નથી અને આ પ્રકારની શોભાયાત્રા યોજવી તે વારસાઈથી ગાદિપતી બનનારાની ઇચ્છાને આધીન છે. જજે આ વાત ફગાવી દીધી હતી. અગાઉ એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓને ઇવેન્ટ યોજાય તેની સામે કોઈ વાંધો નથી. તેમની એકમાત્ર ચિંતા આ પ્રકારની શોભાયાત્રામાં ભાગ લેનારા લોકોની સલામતી છે.

તમિલનાડુના થંજવુર જિલ્લામાં સલામતીના ધારાધોરણોનું પાલન ન કરવાના લીધે લોકોના જીવ ગયા હતા. તેથી તેઓ આગામી સમયમાં આ પ્રકારના અકસ્માતો ન થાય તેના પર ભાર મૂકી રહ્યા છે. હવે જો સલામતીને લગતી બાબતોની કાળજી લેવામાં આવે તો તેમને શોભાયાત્રાના આયોજન સામે કોઈ વાંધો નથી.

આ બાબતને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે મંદિરના સત્તાવાળાઓને આદેશ આપ્યો કે તેઓ તહેવારનું આયોજન કરવા દરમિયાન સરકારે નિર્ધારિત કરેલા નિયમો અને જોગવાઈઓનું ચુસ્તીપૂર્વક પાલન કરે. આ સમયગાળા દરમિયાન સરકારી વીજકંપની તાંગેડકો પણ થોડા સમય માટે વીજપુરવઠો બંધ રાખે. તે આ ધાર્મિક વિધિ શરૂ થાય અને પૂરી થાય ત્યાં સુધી ગામમાં વીજપુરવઠો બંધ રાખે. ગયા મહિને થંજવુલ ખાતે બનેલા બનાવમાં 11ના મોત થયા હતા અને સાતને ઇજા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોરોના કાળમાં પણ દેશની વિવિધ કોર્ટોએ ઓનલાઇન સુનાવણી કરી હતી. તેના લીધે કેટલાય ઇમરજન્સી કેસો ઓનલાઇન ચાલ્યા હતા.

Your email address will not be published.