ગુજરાતની ચર્ચાસ્પદ યુવા ત્રિપુટી આજે કેટલી અસરકારક રહી ગઈ છે?

| Updated: June 29, 2021 11:11 pm

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી. સમાજના અલગ અલગ વર્ગમાંથી આવતા આ યુવાનોએ ચાર વર્ષ અગાઉ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી. શું આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોઈ મોરચો રચીને ગુજરાતમાં રાજકીય ચિત્ર બદલી શકે તેમ છે?

2017ની આસપાસના સમયની વાત કરીએ. ઉચ્ચ વર્ણના પાટીદાર યુવાન હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત યુવાન જિગ્નેશ મેવાણીની ત્રિપુટીએ ડિસેમ્બર 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના કાયાકલ્પ અભિયાનને વેગ આપ્યો. તેમણે સત્તાધારી ભાજપને માત્ર સાત બેઠકોથી વિજય મેળવવાની સ્થિતિમાં લાવી લીધો, જ્યારે ભાજપ મોટા અને નિશ્ચિત વિજયની તરફ આગળ વધી રહ્યો હતો.

ગુજરાતના સામાજિક અને રાજકીય ઇતિહાસમાં તે ઐતિહાસિક ક્ષણ હતી, જ્યારે પાટીદાર,  ઓબીસી અને  દલિત એ સમયનાં મુદ્દા પર ઉગ્ર અવાજે એક રાગ આલાપતા હતા. આ મુદ્દા તત્કાલિન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉઠાવ્યા હતા.

સમકાલીન ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું હતું જ્યારે પાટીદારો તેમ જ કોંગ્રેસ પક્ષના ક્ષત્રિય (ઓબીસી), હરિજન, આદિવાસીઓ અને મુસ્લિમો (ખામ)ના ઘાતક સંયોજન વચ્ચે એકસૂરમાં બોલ્યા હતા. ગુજરાત એક મોડલ રાજ્ય હોવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવાને આ ત્રણેયે પડકારીને તેમની સરકાર પર આક્રમક મૂડીવાદને પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ મૂક્યો હતો.

2019ની લોકસભાની ચૂંટણી સમયે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા હતા અને ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો લાખોના માર્જિનથી જીતી હતી, જેમાં વર્તમાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર  પાટિલની લગભગ સાત લાખ મતોથી જીત સામેલ છે જે દેશની સૌથી મોટી સરસાઇ હતી. તેમણે ઉઠાવેલા બેરોજગારી, ખર્ચાળ શિક્ષણ, નબળા આરોગ્ય માળખા, નોટબંધી અને જીએસટીનો જડ અમલ તથા કટ્ટર મૂડીવાદ એ તમામ મુદ્દાઓ આજે પણ છે.

આ યુવાનોની ત્રિપુટી 2021માં એકલી પડી ગઈ છે,  કોંગ્રેસમાં હાર્દિક પટેલ અને ભાજપમાં અલ્પેશ ઠાકોરને મહત્વ મળતું નથી. જિગ્નેશ મેવાણી પોતે પસંદ કરેલ યુદ્ધ લડવામાં એકલતા અનુભવે છે.

વાઇબ્સ ઓફ ઇન્ડીઆ સાથેની વાતચીતમાં, અલ્પેશ કહે છે, ” હું ક્યારેક વિચારું છું કે હું ઠાકોર સેનાનું નેતૃત્વ કરતો હતો અને કોઈ રાજકીય પક્ષમાં જોડાયો ન હતો ત્યારે પછાત વર્ગના કામોમાં વધુ ધ્યાન આપતો હતો.”

તો શું  ભાજપમાં જોડાવાનો અફસોસ છે? “આ વિશે વિચારવાનો સમય નથી. હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. મેં કોવિડ અને વાવાઝોડાથી પીડિત લોકોની હાલાકીની જાત માહિતી મેળવવા 176 તાલુકાઓની મુસાફરી કરી છે. લગભગ 10,000 ગામોમાં અમારું નેટવર્ક છે.”

20 જુલાઈ, 2020ના રોજ 27માં વર્ષમાં પ્રવેશનાર “હાર્દીક પટેલ કહે છે કે, મેં કોઈ પદની ઝંખના કરી નથી. મને કાર્યકારી પ્રમુખ બનાવ્યે એક વર્ષ વીતી ગયું છે. તેથી હું કહું છું કામ આપો,  મારી શક્તિનો ઉપયોગ કરો.’’

“હું 2017ની ચૂંટણી પછી પણ અને માર્ચ 2020 સુધી જ્યારે કોવિડે પહેલી દસ્તક દીધી ત્યાં સુધી લોકોના સંપર્કમાં રહ્યો છું.” કોંગ્રેસમાં જોડાવાનો અફસોસ છે? “ના, મારું માનવું છે કે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને હરાવવા માટેના એક-મુદ્દાના એજન્ડા સાથે સંયુક્ત, સંગઠીત બળ તરીકે વિચારે છે. 2002માં કોંગ્રેસે 60 બેઠકો જીતી હતી, જે પછી 80 થઈ. 110 દૂર નથી, જ્યારે 92 ની જરૂર છે. એમ હાર્દિકે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું હતું.

કોંગ્રેસમાં જોડવા સંબંધી પ્રશ્ને હાર્દિકે મલકાતા કહ્યું  “જ્યારે હું એકલો હોઉં ત્યારે મને કાર્યકરની ભૂમિકા વધુ સારી લાગે. પરંતુ  વ્યક્તિગત રીતે, કાર્યકર તરીકે  મર્યાદાઓ છે. તેથી હાલના શાસન સામે લડવા રાજકીય પક્ષનું પીઠબળ મહત્વનું છે.” જીગ્નેશ મેવાણીએ વાઇબ્સને કહ્યું, “હા, હું એકલતા અનુભવું છું, પણ મને કોઈ રાજકીય પક્ષમાં સામેલ ન હોવાનો અફસોસ નથી. મને લાગે છે કે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી, કન્હૈયા કુમાર, ચંદ્રેશેખર આઝાદ, શેહલા રાશિદ સંયુક્ત યુવા મોરચો બનાવી શક્યા હોત. આ શક્ય બન્યુ હોત તો 2022માં અમે 15થી 20 બેઠકો જીતી શકવા સક્ષમ હોત.

Your email address will not be published.