ગુજરાતમાં પહેલો કિસ્સો, હવે મહિલા પીએસઆઇ પણ દારુના પાયલોટીંગમાં જતા એસએમસીએ પકડી પાડી

| Updated: April 18, 2022 8:43 pm

રાજકોટથી 80 કીમી દુર ક્રાઇમ બ્રાંચની ટીમ દારુ ભરેલી ટ્રક લઇ ફરતા એસએમસીએ દબોચી લીધી
394 દારુની પેટી ભરેલી ટ્રક સાથે રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અને ચાર કોન્સ્ટેબલ પકડાયા

અમદાવાદ
રાજકોટ સીટી પોલીસ ફરી વિવાદમાં આવી ગઇ છે. અગાઉ રાજકોટ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ, પીએસઆઇ સહિતના કર્મચારીઓ પૈસાની ઉઘરાણી કરતા હતા. તેવા આક્ષેપો હેઠલ રાજકોટ કમિશનર અને તેમના નજીકના કર્મીઓની બદલી સરકારે કરી હતી. તેમ છતાં ક્રાઇમ બ્રાંચના મહિલા પીએસઆઇ અને તેમના પાંચ માણસો રાજકોટ સીટીથી 80 કીલો મીટર દુર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવેલા સાયલા પોલીસ સ્ટેશનની હદમાં દારુના ટ્રકનું પાઇલોટીંગ કરી રહ્યા હતા અને તેમની સાથે ચાર પોલીસ કર્મીઓ હાજર હતા. તેમાંથી 394 દારુની પેટી ભરેલા ટ્રકમાં બે પોલીસકર્મીઓ હાજર હતા. આ ટોળકીને એસએમસીએ પકડી પાડી હતી. એસએમસીએ તેમને પકડી લઇ પુછપરછ હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પકડાઇ જતાં રાજકોટના ઉચ્ચ પોલીસ ઓફિસરો, ક્રાઇમ બ્રાંચના ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ રટણ કરી રહ્યા છે કે, અમને આ અંગે જાણ નથી. આમ મલાઇ ખાવામાં તમામ જોડે હોય છે અને કોઇ આવી ઘટના બને તો તમામ લોકો હાથ ખેંચી લેતા હોવાની ઘટના નવી ન હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. જોકે મહિલા પીએસઆઇ અને સ્ટાફ પાયલોટીંગમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કમીશન કાંડમાં બદલી કરી સાઇડ પોસ્ટીંગ આપવામાં આવ્યું છે પરંતુ તેમની સામે કોઇ જ એસીબી કે અન્ય તપાસ કે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. જ્યારે તેમના નજીકના પીઆઇ ગઢવી અને પીએસઆઇ તથા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે. આમ ત્યાર બાદ ફરી એક વાર રાજકોટ પોલીસ ચર્ચામાં આવી છે. સાયલા ખાતે સ્ટેટ મોનિટરીંગ સેલે એક દારુ ભરેલી ટ્રક પકડી પાડી હતી. આ ટ્રક સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનની હદમાંથી એસએમસીએ પકડી પાડ્યો હતો. દારુ ભરેલી ટ્રકની આગળ એક કાર હતી જેમાં રાજકોટની મહિલા પીએસઆઇ ભાવના કડછા હતા તેમની સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ હતા. તેઓ ભાગવા જતાં હતા પરંતુ તેમને એસએમસીની ટીમે પકડી પાડ્યા હતા. ત્યારે ટ્રકમાં ડ્રાઇવર સાથે બે પોલીસ કોન્સ્ટેબલ પણ હતા. તેમને પણ એસએમસીએ અટકાયત કરી સાયલા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી 394 દારુની પેટીઓ પકડી પાડી હતી. જ્યારે રાજકોટ સીટી ક્રાઇમ બ્રાંચના માણસો પહેલા ગભરાઇ ગયા હતા અને બાદમાં પોતે જ દારુ પકડવા આવ્યા હોવાનું રટણ કરી રહ્યા હતા. જોકે મહત્વની વાત તો એ છે કે, રાજકોટથી 80 કીલો મીટર દુર તેઓ આવ્યા હતા. તેમની પાસે એક પણ પંચ કે અન્ય સામાન્ય માણસ ન હતો. જોકે એસએમસીના અધિકારીઓએ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એટલે ઇન્ચાર્જ સીપી, સહિત ક્રાઇમ ડીસીપી પાર્થરાજ ગોહીલ, એસીપી અને ક્રાઇમના અન્ય પીઆઇને પુછતાં તેઓ કોની મંજુરીથી ગયા હતા તે અંગે કોઇ અધિકારી બોલવા તૈયાર નથી. તેવામાં રાજકોટ પોલીસે દારુ કટીંગ કરવાતી, પાઇલોટીંગ કરાવતી હતી કે પછી દારુ વેચાણ માટે બુટલેગર સાથે સાંઠગાઠ ધરાવી તેને પ્રોટેક્શન પુરુ પાડતી હતી તે તપાસનો વિષય બની ગયો છે.

સુરેન્દ્રનગર જિલ્લા એસપી શંકાના દાયરામાં
સુરેન્દ્રનગર જિલ્લા એસપી હરેશ દુધાત લાંબો સમય કરાઇ ટ્રનિંગ સેન્ટરમાં ફરજ બજાવી તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં પોસ્ટીંગ મેળવ્યું છે. તેમની હદમાં આવેલા સાયલા પોલીસ સ્ટેશનમાં ટ્રક ભરી દારુ પકડાતા તેઓની ભુમિકા પણ શંકામાં મુકાઇ હોવાની ચર્ચા છે. તેવામાં રાજકોટના આ પોલીસ કર્મીઓ સાથે તેમને કોઇ સબંધ છે કે કેમ તે અંગે પણ એસએમસીએ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. કેમકે લાંબો સમય કરાઇ ટ્રનિંગ સેન્ટરમાં એસપી રહ્યા હતા જેથી તેમને આ પોલીસકર્મીઓ પરિચયમાં હોવાની ચર્ચા જિલ્લામા જોરશોરથી ચાલી રહી છે.

પીએસઆઇ અને તેમના માણસો સામે અપહરણનો ગુનો નોધાશે
રાજકોટ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ભાવના કડછા, તેમની સાથે 3 હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ હતા. તેઓ આ દારુ ભરેલી ટ્રકને લઇને રાજકોટ તરફ જતાં હોવાનું બહાર આવ્યું હતુ. જેથી તેઓ ડ્રાઇવર ક્લીનર અને દારુને લઇ જતાં હોવાથી આ અંગે ફક્ત અપહરણનો ગુનો નોધાવવાની તજવીજ હાથ ધરાઇ છે. જોકે આ અંગે દારુ લૂંટ અને હેરફેર અંગે પણ ગુનો નોધવો જોઇએ તેવી ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે.

Your email address will not be published.