ચીનમાં એવિયન ફ્લૂ H3N8 સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો

| Updated: April 27, 2022 12:24 pm

ચીનમાં એવિયન ફ્લૂના H3N8 ( H3N8) સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો છે, 4 વર્ષના બાળકમાં આ સંક્રમણ મળ્યું છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને મંગળવારે જણાવ્યું હતું કે, મધ્ય હેનાન પ્રાંતમાં રહેતા ચાર વર્ષના છોકરામાં તાવ અને અન્ય લક્ષણો જોવા મળતા તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, અને પછી તેનો  ટેસ્ટ કરતાં પરીક્ષણ  સકારાત્મક આવ્યું હતું. 

આમ તો આ સંક્રમણ  2002 થી ફેલાય રહ્યું હતું, ત્યારે તે ફક્ત ઘોડા, કૂતરા અને સીલને સંક્રમિત કરતું હતું. અને તે અગાઉ મનુષ્યોમાં જોવા મળ્યું ન હતું. એવિયન ઈન્ફલ્યુએન્ઝા મુખ્યત્વે જંગલી પક્ષીઓ અને મરઘાંમાં થાય છે. મનુષ્યો વચ્ચે સંક્રમણના કિસ્સાઓ અત્યંત દુર્લભ છે. NHC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંક્રમિત છોકરાનો પરિવાર જંગલી બતકની વસ્તીવાળા વિસ્તારમાં રહેતા હતા. તેઓએ ઘરે ચિકન પણ  ઉછેર્યા હતા.  જેથી આ છોકરાને પક્ષીઓ દ્વારા સીધો ચેપ લાગ્યો હતો. 

આ પણ વાંચો: એલોન મસ્ક ટ્વિટરને 44 અબજ ડોલરમાં હસ્તગત કરશે

કમિશને જણાવ્યું હતું, આ વાઇરસ મનુષ્યોને અસરકારક રીતે સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવતું  હોય એવું જણાયું નથી. તેમણે ઉમેર્યું હતું કે, છોકરાના નજીકના માનવીય સંપર્કોના પરીક્ષણોમાં કોઈ અસાધારણતા મળી નથી. NHC એ જણાવ્યું હતું કે છોકરાનો કેસ એક વખતનું ક્રોસ-પ્રજાતિ ટ્રાન્સમિશન હતું, અને એમાં મોટા પાયે ટ્રાન્સમિશનનું જોખમ ઓછું છે. તેમણે લોકોને ચેતવણી આપી હતી કે મૃત અથવા બીમાર પક્ષીઓથી દૂર રહેવું અને તાવ અથવા શ્વાસ સંબંધી લક્ષણો માટે તાત્કાલિક સારવાર લેવી.

યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, 1997 અને 2013 માં અનુક્રમે મળી આવેલ બર્ડ ફ્લૂના સ્ટ્રેન H5N1 અને H7N9 એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી માનવ બિમારીના મોટાભાગના કેસો માટે જવાબદાર છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, ઝૂનોટિક અથવા પ્રાણીજન્ય ઈન્ફલ્યુએન્ઝાના માનવીય ચેપ મુખ્યત્વે ચેપગ્રસ્ત પ્રાણીઓ અથવા દૂષિત વાતાવરણના સીધા સંપર્કમાં આવવાથી થાય છે, પરંતુ લોકો વચ્ચે આ વાયરસ પ્રસારણમાં બિનકાર્યક્ષમ છે. 2012 માં, યુનાઇટેડ સ્ટેટ્સના ઉત્તરપૂર્વીય કિનારે 160 થી વધુ સીલના મૃત્યુ H3N8 ના સંક્રમણને લીધે થયા હતા, કારણ કે તે પ્રાણીઓમાં જીવલેણ ન્યુમોનિયાનું કારણ બને છે.

આ પણ વાંચો: જીગ્નેશ મેવાણીને આસામમાં જામીન મળ્યા બાદ બીજા કેસમાં ધરપકડ

Your email address will not be published.