દેશમાં વીજ સમસ્યાઓની વચ્ચે સારા સમાચાર આવ્યા છે.હવે દેશમાં નહીં સર્જાય વીજળી સંકટ.2.416 મિલિયન ટન કોલસાની આયાત કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્રારા મોટું પગલું ભરવામાં આવ્યુ છે.
કેન્દ્ર સરકાર હસ્તકની કોલ ઈન્ડીયાએ કોલસાની આયાત માટે પહેલું ટેન્ડર બહાર પાડ્યું છે.2.416 મિલિયન ટન કોલસાની આયાત માટે પ્રથમ ટેન્ડર બહાર પાડવામાં આવ્યો છે,
2.416 મિલિયન ટન કોલસો બહારથી મંગાવવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે.
એપ્રિલમાં, દેશના ઘણા ભાગોમાં કોલસાની અછતને કારણે વીજળી કાપી નાખવામાં આવતી હતી ગુજરાતમાં ઉતર ગુજરાતમાં વીજળીની સમસ્યાને કારણે વિજળી કાપી નાખવામાં આવી હતી.
એપ્રિલમાં, દેશના ઘણા ભાગોમાં કોલસાની અછતને કારણે વીજળી કાપી નાખવામાં આવી હતી, જે પછી સરકારે કોલ ઈન્ડીયાને આગામી 13 મહિના માટે 12 મિલિયન ટન કોલસો આયાત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ગુજરાતના આ વિસ્તારોમાં વીજળીની સમસ્યાઓ
ઉતર ગુજરાતમાં વીજ કાપ મુકવામાં આવ્યો હતો.જેના કારણે ખેડૂતોને પણ નુકશાની થઇ હતી.કારણ કે સમયસર અને પુરતા પ્રમાણમાં વીજળી ના મળતાની સાથે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો હતો.
તાજેતરમાં જ દેશના વિવિધ ભાગોમાં વીજળી કાપનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ, ઝારખંડ, ઓડિશા, બિહાર, ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને આંધ્રપ્રદેશ મુખ્યત્વે વીજ કટોકટીનો સામનો કરી રહ્યાં હતા