પહેલી વાર સોનાની સાવરણીથી પહિંદ વિધિ રાજ્યપાલ કરે તેવી શક્યતા, સરાકરે હજુ નામ મોકલ્યા નથી

| Updated: June 30, 2022 9:54 pm

  • રાજ્ય સરકાર આપશે નામ પછી ચર્ચા કરી જાહેર કરીશું, મહેન્દ્ર ઝા,
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કોરોના પોઝિટિવ

રથયાત્રામાં સામાન્ય રીતે રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધી કરતા હોય છે પરંતુ આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાનાં હળવાં લક્ષણો હોવાથી તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જોકે તેમની તબિયત સ્થિર છે અને હાલ બંને સેલ્ફ આઇસોલેશનમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતાં શુક્રવારે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા પૂર્વેની પહિંદ વિધિમાં ન જોડાઇ શકે તેવી રહેલી છે. જેથી તેમના સ્થાને રાજ્યપાલ કરે તેવી પ્રબળ શક્યતા છે. જોકે પહેલીવાર મુખ્યમંત્રી સિવાય અન્ય કોઇ સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરશે. જોકે કેબીનેટના કોઇ અન્ય મંત્રી પણ વિધી કરે તેવી શક્યાતા રહેલી છે.

રાજ્ય સરકાર જે પણ નામ કહેશે તેની પર ચર્ચા કરીને નામ જાહેર કરવામાં આવશે, હજુ સુધી સરકાર તરફથી પહિંદ વિધિમાં કોણ આવશે તે નામ આપાવમાં આવ્યું નથી. તેમ ભગવાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે મોડી રાત્રે સુધી તે સ્પષ્ટ થયું ન હતું.
સામાન્ય રીતે દરવર્ષની જેમ આ વખતે પણ રથયાત્રાની પરંપરા ગત મુજબ મુખ્યમંત્રી જ સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરતા હોય છે પરંતુ આ વર્ષે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ કોરોના થયો હોવાથી હાજર રહી શકે તેવી શક્યા રહેલી છે.

પરંપરા નિભાવશે અમિત શાહ, ભગવાન જગન્નાથની કરશે મંગળા આરતી

વર્ષોથી પરંપરાગત રીતે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે. મોડી રાત્રે તેઓ અમદાવાદ આવી પહોચશે. અમિત શાહ પરિવાર સાથે ભગવાન જગન્નાથના મંદિરે પહોચશે અને તેઓ પરિવાર સાથે મંગળા આરતી કરશે. આમ 145મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે.

કોરોનાની આર્થિક અસરથી પશ્ચિમ રેલ્વે મુક્ત, 86 દિવસમાં 1900 કરોડની આવક કરી

Your email address will not be published.