સરકારે વિચરતી-વિમુક્ત જાતિના 24000 લાભાર્થીઓને આવાસ સહાયના 110 કરોડ ચૂકવ્યા

| Updated: May 14, 2022 1:45 pm

ગાંધીનગરઃ રાજ્યમાં વંચિત-વિચરતી, વિમુક્ત જાતિઓ તથા છેવાડાના અંત્યોદય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા સરકાર પ્રતિબદ્ધ છે. તેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં વિચરતી-વિમુક્ત જાતિના 24,352 લાભાર્થીઓને આવાસ સહાયના 110 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કેમ્પમાં 19 પ્લોટધારકોને સનદ વિતરણ અને 300થી વધુ લાભાર્થીઓને 40 ચોરસ મીટર જમીનના પ્લોટ આવાસ બાંધકામ માટે અર્પણ કર્યા હતા. વિચરતી-વિમુક્ત જાતિના લોકો સહિત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો, આર્થિક રીતે પછાત વર્ગોને મકાન બાંધકામ માટે પંડિત દીનદયાળ સહાય યોજના હેઠળ 1.20 લાખ રૂપિયા આપે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના રામપરા બેટીમાં વિચરતી અને વિમુકત જાતિના ૬પ પરિવારોને ‘‘વગડામાંથી વ્હાલપની વસાહત’’ અંતર્ગત આવાસોની ફાળવણી કરી હતી.

ભૂપેન્દ્ર પટેલે ઉજ્જવલા યોજના અન્વયે 29 જેટલા ગેસ સિલીન્ડર કિટ ઉપરાંત આટકોટ ખાતે પોલીસ માટે .648.70૦ લાખના ખર્ચે નવનિર્મિત આવાસો તેમજ રાજકોટ ગ્રામ્ય પોલીસ મવડી હેડ ક્વાર્ટર ખાતે  1,443.60 લાખના ખર્ચે નિર્મિત આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

આ સાથે તેમણે રામપરા બેટી ખાતે સેનિટરી પેડનું વિતરણ કરતા વેન્ડિંગ મશીનનું લોકાર્પણ અને શુદ્ધ પાણી પૂરું પાડતા 650 આર.ઓ. મશીનનું પણ લોકાર્પણ કર્યું હતું.

રાજકોટ જિલ્લા પ્રભારી અને શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી આર.સી. મકવાણા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરીયા તેમજ જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં સરકારની કોઇ પણ યોજનામાં નાનામાં નાના, ગરીબ, વંચિત, છેવાડાના અંતરિયાળ વિસ્તારોના લોકોને સરળતાથી લાભ પહોચાડવાનું આયોજન કેન્દ્રસ્થાને હોય છે.

ખાસ કરીને એવી જાતિઓ જેની પાસે પોતાનું કોઇ કાયમી આવાસરહેઠાણ નથી તેમને પાકું આવાસ મળે,તેમના બાળકો આવી આવાસ વસાહતોમાં રહિને સારું શિક્ષણ મેળવી શકે તેની શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં રાજ્ય સરકારે સતત ચિંતા કરી છે તેની પણ વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.સીએમભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,નાનામાં નાના માનવીને પાયાની સગવડો આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ 2005થી આવી આવાસોની અને વિનામૂલ્યે જમીન પ્લોટ ફાળવણી યોજના શરૂ કરાવેલી છે.વિચરતી જાતિના લોકોને કોઇના ઓશિયાળા રહેવું ન પડે તે માટે આવાસ સાથે ગરિમા પણ આપી છે

શિક્ષણ પ્રધાને એવી જાણકારી આપી હતી કે આવા પરિવારોના બાળકોદિકરીઓના શિક્ષણ માટે 200 રૂમની હોસ્ટેલ બનાવવા પણ જિલ્લાતંત્રને મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી છે.વિવિધ ગામોના સરપંચોએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.વિચરતા સમુદાયના અગ્રણી શ્રી અજયભાઈ સોરાણીએ મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાં રૂ. 51,000નો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.

Your email address will not be published.