દાળમાં જીવડું નીકળતા 176 બાળકોના આરોગ્ય સાથે ચેડા, મધ્યાહન ભોજન પર અનેક સવાલ

| Updated: July 30, 2022 1:18 pm

ગુજરાત સરકાર દ્રારા ગરીબ બાળકોને જમાડવા માટે મધ્યાહન ભોજની સગવડ કરવામાં આવી છે.પરંતુ ધણી વખત એવું લાગે છે કે ગરીબ બાળકો કરતા વચ્ચેટીઓ પેટ ભરતા હોય એવું અનેક વાર જણાય છે.

ધણી વખત આ ભોજનમાં જીવાત હોય છે.બાળકોના આરોગ્ય સાથે ચેડા થાઇ છે.

કરજણમાં આવેલી ખાંધા ગામે આવેલ પ્રાથમિક શાળા મધ્યાન ભોજનમાં જીવાતવાળી દાળ પિરસાઈ હોવાની માહિતી મળી રહી છે. દાળમાં જીવડું નીકળ્યાની માહિતી મળી રહી છે.જેના કારણે 176 બાળકો ખાલી ભાત જમીને ઉભા થવાનો વારો આવ્યો હતો.

કરજણની ખાંધા પ્રાથમિક કેન્દ્ર શાળા નંબર 29 ની આ ઘટના હતી.

શુક્રવારના દિવસે પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના લગભગ 176 વિદ્યાર્થીઓ બપોરના ભોજન માટે બેઠેલા હતા જે બાદ શિક્ષકોએ ધ્યાનથી જોયુ તો દાળમાં જીવાત જોવા મળી હતી.જે બાદ ભાત ખાવા આપયા હતા એને દાળ ફેકી દીધી હતી.

Your email address will not be published.