કેનેડા જવા અંગ્રેજીમાં પાસ ન થાય ત્યાં સુધી પતિએ પત્નીને છોડી દીધી , પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

| Updated: April 16, 2022 4:30 pm

સોલાની એક મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેના પતિ દ્વારા તેને છોડી દેવામાં આવી છે. તેના પતિએ કહ્યુંકે કે જો તે કેનેડા જવા માટે અંગ્રેજીની પરીક્ષા પાસ કરશે પછી જ તેને  પરત લઈ જશે. મહિલાએ કહ્યું કે તેનો પતિ તેના પર કેનેડા જવા માટે  માતાપિતા પાસેથી પૈસા મેળવવા દબાણ કરી રહ્યો છે.

27 વર્ષીય યુવતીએ ગુરુવારે મહિલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દહેજ અધિનિયમ અને IPCની કલમ 498A (ગેરકાયદેસર માંગણી પૂરી કરવા માટે મહિલાને બળજબરીથી ઉત્પીડન) હેઠળ કેસ દાખલ કર્યો છે. મહિલાએ કહ્યું કે તેના પતિએ તેને IELTS (આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા ટેસ્ટિંગ સિસ્ટમ) પરીક્ષામાં સારો સ્કોર મેળવવાનું કહીને તેને તેના માતાપિતાના ઘરે છોડી દીધી હતી. મહિલાએ 2020 માં થલતેજ નિવાસી સાથે લગ્ન કર્યા હતા. અને પોતાની સાથે  લગ્નના ઘરે સોનાના ઘરેણા અને  2.5 લાખ રૂપિયા રોકડ લાવી હતી.

મહિલાએ કહ્યું કે લગ્ન પછી તરત જ તેની સાસુએ તેને રોકડ રૂપિયા અને ઘરેણાં સોંપવા કહ્યું કે જેથી તેને લોકરમાં રાખી શકાય. વ્યવસાયે કોમ્પ્યુટર એન્જીનીયર મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્નના બે દિવસ બાદ તેના સાસરીયાઓએ તેને ફરી કામ કરવાનું કહ્યું હતું. મહિલાએ તેમની સલાહ પર ધ્યાન આપ્યું હતું. લગ્નના ત્રણ મહિના પછી, મહિલાના  પતિએ તેને 30,000 રૂપિયાના પગારે બીજી  આઇટી ફર્મમાં નોકરી અપાવી હતી.

મહિલા ઘરેથી કામ કરતી હોવાથી, બંને નોકરીઓ કરતી  હતી. તેણે કહ્યું કે તેનો પતિ હંમેશા તેનો પગાર છીનવી લેતો હતો. સાસરિયાઓએ  પૂરતું દહેજ ન મળવા માટે ટોણો માર્યો હતો. પિતાની મિલકતમાં હિસ્સો માંગવાનો આગ્રહ કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે તેણી વધુ સોનું મેળવે.

આ પણ વાંચો: લગ્નેતર સંબંધો છુપાવવા અમદાવાદમાં યુવતીએ તેની બહેનના લગ્ન પ્રેમી સાથે કરાવ્યા

મહિલાએ કહ્યું કે જ્યારે તેણે માંગણીઓ માટે ના કહી તો તેના પતિ દ્વારા તેની પર હુમલો કરવામાં આવ્યો. આ બધી મુશ્કેલીઓ વિશે તેણી કોઈને જાણ કરી શકી નહીં  કારણ કે  પતિએ તેના કોલ સાંભળ્યા હતા. તેણે કહ્યું કે પતિની બહેને સોનાની વીંટી અને મોંઘા ફોનની માંગણી કરી હતી. 2021 માં, હોળી પહેલા, મહિલા તેની કાકી અને તેના ભાઈની પત્નીને મળી હતી, અને તેના પર થયેલા અત્યાચાર  વિશે જણાવ્યું હતું .

મહિલાએ મુજબ 18 માર્ચે તેના પતિએ તેને IELTSના ચક્કરમાં તેના માતા-પિતાના ઘરે મૂકી દીધી હતી.

મહિલાએ કહ્યું કે  તે તેના માતાપિતાના ઘરે એકલતા અનુભવે છે. પૈસા માટે તેમના માતા -પિતા પર નિર્ભર રહેવું પડ્યું હતું. તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, પરંતુ તેના સાસરિયાઓએ તેનો સામાન પાછો આપવાનો ઇનકાર કર્યો હતો. જેથી મહિલાએ  ગુરુવારે ફરિયાદ નોંધાવી હતી.

Your email address will not be published.