આગામી વર્ષે ભારતીય અર્થતંત્ર 8.5 ટકાના દરે વધવાની સંભાવના: IMF રિપોર્ટ

| Updated: October 13, 2021 10:00 am

IMFના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ પ્રમાણે 2021માં ભારતીય અર્થતંત્ર આગામી વર્ષમાં 8.5 ટકા દરે વધવાની સંભાવના દર્શાવામાં આવી છે. આ રિપોર્ટ અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત તરીકે આવી છે, જે કોવિડ -19 રોગચાળા દ્વારા સર્જાયેલી મંદીમાંથી બહાર આવી રહી છે.

નાણાકીય વર્ષ 2021માં લગભગ 40 વર્ષના ગાળામાં પ્રથમ વખતની ઘટના સર્જાઇ હતી. જેમાં અર્થતંત્રમાં 7.3 ટકાની નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી.

કોવિડ -19 રોગચાળાના ફેલાવાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉનું એલાન કરવામાં આવ્યું હતું. જેના પગલે નકારાત્મક વૃદ્ધિના સતત બે ક્વાર્ટર સાથે ભારતે ગયા વર્ષે તેની પ્રથમ તકનીકી મંદી પણ જોઈ હતી. જોકે, કેસોમાં ઘટાડો થતાં, દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ધીરે ધીરે ગતિ પ્રાપ્ત કરી રહી છે અને નાણાકીય વર્ષ 22ના પહેલા ક્વાર્ટરમાં કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)માં 20.1 ટકાનો વધારો થયો છે.

IMFના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે રિપોર્ટ બહાર પાડ્યા બાદ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોવિડ વાયરસ સામે ભારતનું રસીકરણ અભિયાન અને તેથી અર્થવ્યવસ્થાને પુન: રીકવરી પ્રાપ્ત કરવામાં મદદ કરવા બદલ પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું કે, “ભારતીય અર્થવ્યવસ્થા નાણાકીય બજારના સંદર્ભમાં પહેલાથી જ ઘણા પડકારોનો સામનો કરી રહી છે, હકીકત એ છે કે વાયરસ હજી ગયો નથી.” ગોપીનાથે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ભારતીયો રસીકરણ દરની દ્રષ્ટિએ સારું કરી રહ્યા છે અને તે ચોક્કસપણે મદદરૂપ છે.

2021 માટે વૈશ્વિક વિકાસનો અંદાજ નજીવો ઘટાડીને 5.9 ટકા કરવામાં આવ્યો છે અને 2022 માટે તે 4.9 ટકા પર યથાવત છે.

Your email address will not be published. Required fields are marked *