કેનેડામાં ભારતીય રાજદૂતાવાસે ધૂમ્રપાન કરતાં કાલીનું પોસ્ટર દૂર કરવા માંગ કરી

| Updated: July 5, 2022 1:39 pm

ધૂમ્રપાન કરતા કાલીનું પોસ્ટર લઈને વિવાદ સર્જાયા પછી કેનેડામાં ભારતીય રાજદૂતાવાસે ફિલ્મનિર્માતા માનીમેકલાઇનું આ પ્રકારનું પોસ્ટર દૂર કરવા રજૂઆત કરી છે. તેમણે કેનેડિયન સત્તાવાળાઓને આ પ્રકારની ધાર્મિક લાગણી ઉશ્કેરતી સામગ્રી દૂર કરવા વિનંતી કરી છે. તેની સાથે આ પ્રકારની ઇવેન્ટના આયોજકો પણ આ પોસ્ટરનો ઉપયોગ ન કરે તે જોવા જણાવ્યું છે.

હાઈ કમિશને જણાવ્યું હતું કે તેઓને ફરિયાદ મળી છે કે કેનેડામાં હિંદુ સમાજના લોકોએ ટોરોન્ટોમાં આગાખાન મ્યુઝિયમ દ્વારા હાથ ધરવામાં આવેલા અંડર ધ ટેન્ટ પ્રોજેક્ટ હેઠળની ફિલ્મમાં આ પોસ્ટર દર્શાવ્યું હતું. ટોરોન્ટોમાં ઇવેન્ટના આયોજકોને કોન્સ્યુલેટ જનરલે આ બાબતથી માહિતગાર કર્યા છે. તેમણે ઉમેર્યુ હતું કે કેટલાક હિંદુ જૂથોએ આ મુદ્દે સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો છે. અમે કેનેડિચન સત્તાવાળાઓ અને ઇવેન્ટ આયોજકોને આ પ્રકારનું ઉશ્કેરણીજનક મટીરિયલ દૂર કરવા પણ જણાવ્યું છે.

ફિલ્મનિર્માતા લીના મણિમેકલાઈએ આ પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરતા વિવાદ સર્જાયો હતો. આ પોસ્ટરમાં મહિલા કાલીનો ડ્રેસ પહેરીને સિગારેટ પીતી દેખાડવામાં આવી હતી. ટોરોન્ટોમાં અમારા કોન્સ્યુલેટ જનરલે ઇવેન્ટના આયોજકોને આ અંગે માહિતગાર કર્યા છે. કેટલાક હિંદુ જૂથોએ પણ કેનેડામાં આ પ્રકારની પ્રવૃત્તિ સામે પગલાં લેવા સરકારને જણાવ્યું છે. લીના માણિમેકલાઈએ આ પોસ્ટર ઓનલાઇન રજૂ કર્યા પછી તેને સોશિયલ મીડિયા યુઝરે તેની આકરી ઝાટકણી કાઢી છે. તેની સાથે આગાખાન મ્યુઝિયમને પણ આ પ્રકારની ફિલ્મો માટે લોન્ચપેડ ન બનવા માટે અપીલ કરી છે. જો કે ફિલ્મ નિર્માતા લીના માણિમેકલાઇએ લોકોને વિનંતી કરી છે કે મને વિલન તરીકે ચીતરતા પહેલા તેઓ આ ફિલ્મ જોઈ લે.

તેનું કહેવું હતું કે ફક્ત એકાદ પોસ્ટરથી જ કોઈએ ચકરાઈ જવાની જરૂર નથી. સમગ્ર ફિલ્મ જુએ અને તેની પરિકલ્પનાને સમજે તથા તેના પછી તેના અંગે ચર્ચા કરે. આ અંગે હું ચર્ચાના દરેક પ્લેટફોર્મ પર ભાગ લેવા તૈયારુ છું. ભારતીય સમાજ માટે મને વિલન ચીતરતા પહેલા ફિલ્મ જોવી જરૂરી છે એમ તેણે જણાવ્યું હતું. આમ તેનું કહેવું છે કે ફિલ્મ જોયા પછી જો કોઈ વિરોધ કરે તો તે સમજી શકાય છે અને તેને હું મારી વાત પણ સમજાવી શકું છું.

Your email address will not be published.