ઘાનાના ભારતીય હાઇ કમિશનર અને અંગોલાના ભારતીય રાજદૂત ગુજરાતના સીએમને મળ્યા

| Updated: July 5, 2022 4:00 pm

વેસ્ટ આફ્રિકાના રિપબ્લીક ઓફ ઘાનાના ભારતીય હાઇ કમિશનર સુગંધા રાજારામ અને સેન્ટ્રલ આફ્રિકાના અંગોલા ખાતેના ભારતીય રાજદૂત પ્રતિભા પારકરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ગાંધીનગરમાં લીધી હતી

અંગોલામાં હીરાની ખાણોમાંથી જે હિરા મળે છે તે પોલીશ્ડ થવા માટે ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં મોકલવામાં આવે છે તે સંદર્ભમાં આ મુલાકાતમાં થયેલી બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા જોડાયા હતા.

તેમની આ ગુજરાતની મુલાકાત દરમ્યાન તેઓ સુરત પણ જવાના છે અને આ ક્ષેત્રે રોકાણોની સંભાવનાઓ માટે ડાયમન્ડ પોલીશ્ડ વ્યવસાયકારો સાથે પરામર્શ કરશે. આ ઉપરાંત એગ્રીકલ્ચર અને ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પણ વ્યવસાયની સંભાવનાઓ પર તેમણે ચર્ચા કરી હતી

તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું કે, અંગોલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દર વર્ષે તેનું ડેલિગેશન મોકલીને સહભાગી થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની વાતચીતમાં ઘાનાના ભારતીય હાઇ કમિશનર સુગંધા રાજારામે જણાવ્યું કે, ભારત અને ખાસ કરીને ગુજરાત ઘાના માટે અગ્રણી ટ્રેડીંગ અને બિઝનેસ પાર્ટનર છે એટલું જ નહિ, મોટા પ્રમાણમાં ગુજરાતી સમુદાયો ઘાનામાં વસેલા છે ત્યારે સિસ્ટર સ્ટેટ રિલેશન્સ માટેની પણ સંભાવનાઓ છે. 

આ બેઠક દરમ્યાન તેમણે ફાર્માસ્યુટિકલ, હેલ્થકેર, એજ્યુકેશન અને ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રોમાં ગુજરાત-ઘાના અંગોલા સાથે મળીને આગળ વધી શકે તેમ છે તેની પણ ફળદાયી ચર્ચા કરી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ માટે રાજ્ય સરકારની જરૂરી મદદ અને સહયોગ માટેની તત્પરતા દર્શાવી હતી.  ઘાનાના ભારતીય હાઇ કમિશનરએ ગુજરાતમાં સ્થિત નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી NFSUના સહયોગથી ઘાના યુનિવર્સિટીમાં ફોરેન્સીક સાયન્સ ડિપાર્ટમેન્ટ પણ શરૂ કર્યુ છે.

આ પણ વાંચો: વિશ્વની સૌથી મોટી લોજિસ્ટીક્સ કંપનીઓમાંની એક FedExના પ્રતિનિધિમંડળની મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં બેઠક.

Your email address will not be published.