IPL વિજેતાની ઇનામી રકમ બમણી થઈ

| Updated: May 29, 2022 10:57 pm

આ વખતના IPL ચેમ્પિયનને ગત વર્ષ કરતાં બમણી રકમ મળી છે. ગત વર્ષે વિજેતા ટીમને 10 કરોડ મળ્યા હતા આ વખતે વિજેતા તેમને 20 કરોડ મળ્યા છે. આ વખતે દરેક કેટેગરીમાં ઇનામી રકમ બમણી થઈ છે.

જો કે હાર્દિક પંડ્યાની આગેવાની કરતી ટીમ ગુજરાત ટાઈટન્સ પ્રથમ સિઝન રમી હતી. ત્યારે સેમસનની રાજસ્થાન રોયલ્સ 14 વર્ષ પછી ફાઇનલ રમી હતી. પહેલા એ બે ટીમો વિશે વાત કરીએ જે પ્લેઓફમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. RCBએ ત્રીજા સ્થાને રહીને 7 કરોડ જીત્યા છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સના ખાતામાં 6.50 કરોડ રૂપિયા આવશે.

હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ આ વર્ષની IPLની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. વિજેતા ટીમને 20 કરોડ અને હારનાર ટીમને 13 કરોડ મળ્યા છે.

આ સિવાય પર્પલ કેપ અને ઓરેન્જ કેપ જીતનાર ખેલાડીઓને 15-15 લાખ રૂપિયા આપવામાં આવશે. બીજી તરફ, ઉભરતા ખેલાડીને 20 લાખ રૂપિયાનું ઈનામ મળશે. તે જ સમયે, લીગ તબક્કામાં બહાર થઈ ગયેલી ટીમોને કેટલી રકમ મળશે તે વિશે કોઈ માહિતી નથી.

આટલી પ્રાઈઝ મની વિશ્વભરમાં રમાતી વિવિધ T20 લીગમાં આપવામાં આવતી નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પછી કેરેબિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ ઈનામી રકમ છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ટાઇટલ જીતનારી ટીમને 7.5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે પાકિસ્તાન સુપર લીગ (PSL) કરતાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં વધુ ઈનામી રકમ આપવામાં આવે છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં 6.34 કરોડ રૂપિયા અને પાકિસ્તાન સુપર લીગમાં 3.73 કરોડ રૂપિયાની ઈનામી રકમ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: સહકારી ક્ષેત્રમાં અમુલના ‘મોલ’ વિશ્વસ્તરે બોલાયાઃ અમિત શાહ

Your email address will not be published.