જાડેજા દંપતીએ અનોખી રીતે ઉજવ્યો પુત્રીનો જન્મદિવસ

| Updated: June 9, 2022 2:32 pm

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની તથા ભાજપની નેતા રિવાબા જાડેજાએ પોતાના સંતાન નિધ્યાનાના જન્મદિવસને વિશેષ બનાવ્યો.  પુત્રીના જન્મદિવસની ઉજવણીની વિશેષ પદ્ધતિની સરકારના મંત્રીથી લઈને સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. તેમણે પોતાની પુત્રીના જન્મદિવસે 101 કન્યાઓના ખાતામાં સુકન્યા યોજના હેઠળ 11000-11000 રૂપિયા જમા કરાવ્યા છે. નિધ્યાનાના જન્મદિવસની ઉજવણી દર વર્ષની જેમ સમાજસેવા અને કલ્યાણકાર્યના સ્વરૂપમાં કરાઈ છે. આ દિવસને યાદગાર બનાવવા માટે આજના દિવસને અનોખા અંદાજમાં મનાવવામાં આવ્યો.

કાર્યક્રમના આયોજન માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના તત્વાધાનમાં જામનગરમાં ચાંદીબજાર સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસમાં રીવાબાની હાજરીમાં કરવામાં આવ્યું. તેમા 101 કન્યાઓના ખાતામાં 11,000-11,000ની રકમ જમા કરવામાં આવી. તેમા ત્રણથી છ વર્ષની બધી જાતિ-ધર્મની યુવતીઓનો સમાવેશ થાય છે. તે બધાનું પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને રકમ જમા કરાવી તેમને લાભ આપવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબા જાડેજા દર વર્ષે પોતાની પુત્રી નિધ્યાનાના જન્મદિવસે સામાજિક કાર્ય કરે છે. આ વર્ષે પણ વિવિધ બાળકીઓના ખાતામાં 11,000-11000ની રકમ જમા કરાવી હતી, જેથી ભવિષ્યમાં તેમને તેનો લાભ મળી શકે. આ પહેલા સેલિબ્રિટી દંપતીએ ગરીબ પુત્રીઓને સોનાની તલવાર ભેટ આપી હતી.

રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને આઠ વર્ષ પૂરા થયા છે ત્યારે તેમની સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધ દેશના ઉમદા સ્વપ્ન અને પ્રેરણાથી મારી પુત્રી નિધ્યાનાના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણીના ભાગરૂપે આજે સુકન્યા સમૃદ્દિ ખાતુ ખોલાવી અમે નવદંપતી ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. વડાપ્રધાનશ્રીએ બાળકીઓ માટે જે યોજના શરૂ કરી છે તે અનોખી છે અને તેમા અમારુ આગવું પ્રદાન આપતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. જાડેજાએ તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેવુસિંહજી ચૌહાણ, માનનીય સંચારમંત્રી (રાજ્યકક્ષા), ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ્સનો આભાર માન્યો હતો. તેની સાથે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ જ્યાં પણ તક મળી ત્યાં-ત્યાં અમે આ પ્રકારના પ્રેરણાદાયી કાર્ય કરતાં રહીશું.

Your email address will not be published.