નવસારીની અત્યાધુનિક હોસ્પિટલની શરૂઆત એ નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગનો પ્રારંભઃ મોદી

| Updated: June 10, 2022 3:59 pm

નવસારીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં અત્યાધુનિક હોસ્પિટલનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે આ હોસ્પિટલની સાથે-સાથે નવસારીના નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગનો પ્રારંભ થઈ ગયો છે. આ હોસ્પિટલના પ્રણેતા અનિલભાઈએ પોતાની બે વર્ષની પૌત્રી નિરાલીને કેન્સરમાં ગુમાવી તથા પોતાના દુઃખને હજારો લોકોનું દુઃખ ગણીને હોસ્પિટલ બનાવી. દક્ષિણ ગુજરાતમાં બે દાયકામાં આરોગ્ય અને હોસ્પિટલનો વ્યાપ વધ્યો છે. તેના પગલે-પગલે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બનીને વિકાસનો પર્યાય બન્યું છે. હવે તે નિરાલીથી નિરામય બનશે.

આ હોસ્પિટલના પ્રોજેક્ટમાં નાયક પરિવારને થયેલું દુઃખ અન્ય લોકોને ન થાય તે જોવા મળે છે. આ પ્રકલ્પ નિરાલીને ભાવુક શ્રદ્ધાંજલિ છે. અનિલભાઈએ પિતૃ ઋણ, ગામનું ઋણ અને અન્ય ઋણ પણ ઉતાર્યુ. આ હોસ્પિટલ હાઇવેની બાજુમાં આવી હોવાથી ખૂબ જ ફાયદાકારક છે. આના લીધે અકસ્માત સમયે ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડીને કોઈનો જીવ બચાવી શકાય છે. ગરીબની ચિંતા ઘટાડવા સ્વાસ્થ્ય સરળ અને સુલભ બનાવવું જરૂરી છે. ગુજરાતમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત પાયો નંખાયો છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે સસ્તી અને સારી સેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નીતિ આયોગના અહેવાલ મુજબ ગુજરાત આરોગ્ય ક્ષેત્રે પ્રથમ છે.

તેમણે જણાવ્યું હતું કે સરકારની ગરીબ વર્ગની યોજનાના લીધે મધ્યમ વર્ગને સાત હજાર કરોડની બચત થઈ છે. છેલ્લા 20 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રમાં શહેરથી લઈને ગ્રામીણ ક્ષેત્રે અનેક કામો થયા છે. કિડની ઇન્સ્ટિટ્યુટને આધુનિક બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત વહેલામાં વહેલી તકે બેડની સંખ્યા પણ બમણી થશે. ભારત સરકારે ડાયાલિસિસની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખતા અન્ય રાજ્યોમાં પણ ડાયાલિસિસ સેન્ટર ઊભા કર્યા છે. ગુજરાતમાં મહિલાઓ અને બાળકો માટે પોષણ જ પ્રાથમિકતા છે. સરકારની ચિરંજીવી યોજનાનો લાભ 14 લાખ મહિલાઓએ લીધો.

ગરીબોના સશક્તિકરણ, તેમની ચિંતા ઓછી કરવા આરોગ્યસેવા સુલભ હોવી જરૂરી છે. છેલ્લા આઠ વર્ષમાં અમે આ દિશામાં હોલિસ્ટિક એપ્રોચને બળ આપ્યું છે. પોષણ, જીવનશૈલી, પ્રીવેન્ટિવ હેલ્થ સાથે જોડાયેલા વિષયો પર અમે જોર આપ્યું છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે રાજ્યમાં આરોગ્ય સેવાઓને ગરીબ સુધી લઈ જવા માટે અભિયાન ચલાવ્યા હતા. તેનો અનુભવ હવે દેશના ગરીબના કામે આવી રહ્યો છે. તે સમયે અમે સ્વચ્છ ગુજરાત અને ઉજ્જવલ ગુજરાતનો રોડમેપ બનાવ્યો હતો. આયુષ્યમાન યોજનાથી દલિત, વંચિત અને આદિવાસીઓની બચત થઈ છે.

છેલ્લા 20 વરષમાં આરોગ્ય ક્ષેત્રે જબરજસ્ત કામકાજ થયું છે. ગ્રામીણ વિસ્તારમાં અનેક હેલ્થકેર સેન્ટર બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કેન્સરને ડામવા અનેક કામ થયા છે. ડાયાલિસિસ કેન્દ્ર માટે વધેલી સંખ્યાના લીધે લોકોને તેમના વોર્ડમાં ડાયાલિસિસ કરાવી શકવા સક્ષમ બન્યા છે. ગુજરાતનો સ્વભાવ ઊર્જાથી ભરેલો છે. અહીં સફળ વ્યક્તિ પણ સેવાભાવ ધરાવે છે. આમ જેમ સામર્થ્ય બનશે તેમ સેવાભાવ પણ વધશે. જનભાગીદારી વધે તો દેશનું સામર્થ્ય વધારવાની ગતિ વધી જાય છે.

Your email address will not be published.