વકીલને મેસેજ આવ્યો હતો કે, ‘તું કિસ હિસાબ સે નૂપુર કો સપોર્ટ કર રહા હૈ, જવાબ દૈ, બાદમાં ધમકી

|Ahmedabad | Updated: July 6, 2022 9:38 pm

નૂપુર શર્માનો ફોટો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂકનાર હાઈકોર્ટના એડવોકેટને વોટ્સએપ મેસેજ, ફોનથી ધમકી મળી

અમદાવાદ,
લો બોલો, ત્રણ મિનિટ માટે નૂપુર શર્માનો ફોટો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂકનાર હાઈકોર્ટના એડવોકેટને વોટ્સએપ મેસેજ, ફોનથી ધમકી મળી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેમને મેસેજ આવ્યો હતો કે, ‘તું કિસ હિસાબ સે નૂપુર કો સપોર્ટ કર રહા હૈ, જવાબ દૈ. બાદમાં વકીલે નંબર બ્લોક કરી દીધો હતો. આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્રાગડના આનંદ સ્ક્વેરમાં કૃપાલ રાવલ રહે છે. તેઓ 13 જૂને બપોરે 12.13 વાગ્યે વોટ્સએપ સ્ટેટસમાં નૂપુર શર્માના સમર્થનમાં ફોટો મૂક્યો હતો. જોકે તેના કારણે કોઈની લાગણી દુભાષે તેવું વિચારી 12.16 મિનિટે ડિલિટ કરી દીધો હતો. જોકે ફોટો ડિલિટ કર્યાના 2 કલાક બાદ કૃપાલને મેસેજ આવ્યો હતો કે, ‘તું કિસ હિસાબ સે નૂપુર કો સપોર્ટ કર રહા હૈ, જવાબ દૈ’ આથી કૃપાલે તે નંબર બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ આ જ દિવસે બપોરે કૃપાલને મારી નાખવાની ધમકી આપી હતી. તેમને એવું પણ જાણવા મળ્યું કે, લંડનથી સાફિન ગેના નામની વ્યક્તિએ કૃપાલના સ્ટેટસનો સ્ક્રીનશોટ કેટલાક ગ્રૂપમાં શેર કર્યો હતો જેના કારણે વાઇરલ થયો હતો. ધમકી આવતા એડવોકેટએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

Your email address will not be published.